અમેરિકાથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોને લઈને બે વિમાન અમૃતસર પહોંચ્યા તેમાં પણ ગેરકાયદે ઈમિગ્રન્ટને હાથકડીઓ અને બેડીઓ પહેરાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પ્રથમ વખત જ્યારે ડિપોર્ટીઓ સાથે આવો અમાનવીય વ્યવહાર થયો ત્યારે ભારતમાં ખુબ વિરોધ થયો હતો અને એવી અપેક્ષા હતી કે, વડાપ્રધાન મોદીની મુલાકાત પછી ભારતીય ડિપોર્ટીઓ સાથે વ્યવહાર સુધરશે અને હાથકડીઓ પહેરાવવામાં નહીં આવે પણ એવું થયું નથી. ભારત સરકાર હંમેશા સામે વિરોધ નોંધાવતા ડરી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
બીજી ફ્લાઈટમાં આઠ અને ત્રીજી ફ્લાઈટમાં 33 ગુજરાતીઓ હતા.
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના શીખ ડિપોર્ટીઓને પાઘડી પહેરવાની મંજૂરી ન આપવા બદલ અમેરિકન અધિકારીઓની સખત નિંદા કરી હતી.
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવ્યા બાદ એસજીપીસીનું આ નિવેદન આવ્યું છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના બીજા બેચના શીખ ડિપોર્ટીઓને પાઘડી પહેરવાની મંજૂરી ન આપવા બદલ અમેરિકન અધિકારીઓની સખત નિંદા કરી હતી. અમૃતસર એરપોર્ટ પર ઇમિગ્રેશન ઔપચારિકતાઓ પૂર્ણ કરતી વખતે શીખ ડિપોર્ટેડ લોકોને પાઘડી વગર બતાવવામાં આવ્યા છે.
દેશનિકાલ કરાયેલા એક શીખે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ અમૃતસર એરપોર્ટ પર ઉતયર્િ ત્યારે તેમણે પાઘડી પહેરી ન હતી. અન્ય એક ડિપોર્ટેડ વ્યક્તિએ દાવો કર્યો કે મુસાફરી દરમિયાન તેને હાથકડી લગાવવામાં આવી હતી અને તેના પગ સાંકળથી બાંધવામાં આવ્યા હતા.
દેશનિકાલ કરાયેલા નવા બેચમાં પંજાબના 65, હરિયાણાના 33 અને ગુજરાતના આઠ ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થાય છે. શરણાર્થીઓ માટે લંગર અને બસ સેવાઓ પૂરી પાડવા માટે એરપોર્ટ પર તૈનાત એસજીપીસી અધિકારીઓએ શીખ શરણાર્થીઓને પાઘડી પહેરાવી હતી.
તેમણે કહ્યું કે જ્યારે તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા ત્યારે તેમને તેમની પાઘડી ઉતારવાનું કહેવામાં આવ્યું. એસજીપીસીના મહાસચિવ ગુરચરણ સિંહ ગ્રેવાલે કથિત રીતે તેમને પાઘડી પહેરવાની મંજૂરી ન આપવા બદલ અમેરિકી અધિકારીઓની નિંદા કરી. તેમણે કહ્યું કે તે દુ:ખદ છે કે દેશનિકાલ કરાયેલા લોકોને બેડીઓ બાંધીને લાવવામાં આવ્યા હતા અને દેશનિકાલ કરાયેલા શીખોએ પાઘડી પહેરી ન હતી.
ગ્રેવાલે કહ્યું કે એસજીપીસી ટૂંક સમયમાં આ મુદ્દો યુએસ અધિકારીઓ સમક્ષ ઉઠાવશે. તેમણે કહ્યું, પાઘડી એ શીખ ધર્મનો એક ભાગ છે.
શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ પણ પાઘડી વગર દેશનિકાલ કરાયેલા શીખોને મોકલવા બદલ અમેરિકી અધિકારીઓની નિંદા કરી હતી. તેમણે વિદેશ મંત્રાલયને વિનંતી કરી કે તેઓ આ મામલે તાત્કાલિક અમેરિકન અધિકારીઓ સમક્ષ ઉઠાવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.
વિમાન અમૃતસરમાં ઉતરે તે પહેલાં હાથકડી કાઢી નખાઈ
દેશનિકાલ કરાયેલા લોકોમાંથી એક દલજીત સિંહે દાવો કર્યેા હતો કે મુસાફરી દરમિયાન તેમને હાથકડી લગાવવામાં આવી હતી અને તેમના પગ સાંકળથી બાંધવામાં આવ્યા હતા. આખી મુસાફરી દરમિયાન અમારા પગ સાંકળોથી બાંધેલા હતા અને હાથમાં હાથકડી લગાવેલી હતી. વિમાનમાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો હતા અને તેમને હાથકડી લગાવવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે વિમાન અમૃતસરમાં ઉતરે તે પહેલાં તેમના હાથમાંથી હાથકડી કાઢી નાખવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech