ધારી: આંબરડી સફારી પાર્ક દેશ–વિદેશના પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર

  • September 30, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં ગુજરાત રાય તેની આગવી શૈલી અને અને સંસ્કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાય છે. અમરેલી જિલ્લ ામાં ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્ક ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોમાંનું એક પ્રવાસન સ્થળ છે. આ સફારી પાર્ક સૌરાષ્ટ્ર્રની આન બાન અને શાન ગણાતી અને  સ્થાનિક વનસ્પતિ, પ્રાણીસૃષ્ટ્રિને ટેકો આપતી શેત્રુંજી નદીના કાંઠે અંદાજિત ૩૬૫ હેકટર વિસ્તારમાં પથરાયેલ છે. આ સફારી પાર્કમાં ગર્જના કરતાં ગીરના ડાલામથ્થા હાવજ (સિંહ), દીપડા, ચીંકારા, નીલગાય, ચિતલ, ગુરખ સહિતના વન્યજીવ અને પક્ષીઓ આંબરડી સફારી પાર્કની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને પ્રવાસીઓમાં આકર્ષણ જન્માવી રહ્યા છે. આ સફારી પાર્કમાં ફુડકોર્ટ, બસ સફારી, લાર્જ પાકિગ એરિયા, સેનિટેશન સહિતની સુવિધાઓ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. દર વર્ષે ૫૦ હજારથી વધુ દેશ–વિદેશના પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈને ગીરની પ્રકૃત્તિનો અને સિંહ દર્શનનો આપાદક આનદં માણે છે. આ સફારી પાર્ક મંગળવારના સિવાયના તમામ દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લ ો રહે છે. ઓફલાઈનની સાથે ઓનલાઈન બુકિંગની પણ સુવિધા .લશહિશજ્ઞક્ષ.લીષફફિ.િંલજ્ઞદ.શક્ષ પર ઉપલબ્ધ છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના પ્રસંગે ગુજરાત રાયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાસણ ગીરમાં સફારી પાર્કમાં થઈ રહેલા પ્રવાસીઓના વધારાના ભારણને ઘટાડવા માટે ગીર પૂર્વના વિસ્તાર એવા ઉના તાલુકાના નાળિયા માંડવી ખાતે નવો સફારી પાર્ક બનાવવાની જાહેરાત પણ કરી છે. દર વર્ષે સાસણ ગીરમાં સિંહ દર્શન માટે અનેક વિદેશી પ્રવાસીઓ આવી રહ્યા છે અને ગીરની પ્રકૃતિમાં રંગાઈને સિંહ દર્શનની સાથે જીવનનો ખરો આપાદક આનદં માણે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application