શેરબજાર ડાઉન થતાં અંબાણી- અદાણીની સંપત્તિ પણ ધોવાઈ

  • October 04, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગઈકાલે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેકસ–નિટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એક તરફ સેન્સેકસ ૧૭૭૦ પોઈન્ટ ઘટીને બધં થયો હતો તો બીજી તરફ નિટી ૫૪૬ પોઈન્ટ ઘટીને બધં થયો હતો. દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્સ અને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી–ગૌતમ અદાણીના રેન્કિંગ પર પણ અસર પડી છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે મધ્ય પૂર્વમાં તણાવની અસર શેરબજાર પર સ્પષ્ટ્ર દેખાઈ રહી હતી. બીએસઈ સેન્સેકસ તેના અગાઉના બધં ૮૪,૨૬૬ની સરખામણીએ ૯૯૫ પોઈન્ટ ઘટીને ૮૩,૨૭૦ના સ્તરે ખૂલ્યો હતો અને પછી બજાર બધં થતાં તે ૧૭૬૯.૧૯ પોઈન્ટ અથવા ૨.૧૦ ટકાના ઘટાડા સાથે ૮૨,૪૯૭.૧૦ના સ્તરે બધં થયો હતો. આ ઘટાડાને કારણે બીએસઈનું માર્કેટ કેપ . ૧૦ લાખ કરોડથી વધુ ઘટું હતું અને એનએસઈ નિટી પણ ૫૪૬.૫૬ પોઈન્ટ અથવા ૨.૧૨ ટકા ઘટીને ૨૫,૨૫૦ના સ્તરે બધં થયો હતો.
બજારના ઘટાડા વચ્ચે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ખરાબ રીતે ગબડા અને ૩.૯૫ ટકાના ઘટાડા સાથે ૨૮૧૩.૯૫ના સ્તર પર બધં થયા. શેરની ખોટને કારણે રિલાયન્સનું માર્કેટ કેપ પણ ઘટીને ૧૯.૦૫ લાખ કરોડ પિયા થઈ ગયું છે. તેની અસર મુકેશ અંબાણીની નેટવર્થ પર પણ જોવા મળી હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં રિલાયન્સના ચેરમેનની નેટવર્થમાં ૪.૨૯ બિલિયન ડોલર અથવા લગભગ ૩૬૦૦૦ કરોડ પિયાનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણીની નેટવર્થમાં થયેલા ઘટાડાથી તેમના રેન્કિંગ પર પણ અસર પડી છે. ૩૬ હજાર કરોડ પિયાથી વધુના ઘટાડા પછી, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે ૧૦૭ અબજ ડોલર પર આવી ગઈ છે અને બે સ્થાન નીચે આવી અમીરોની યાદીમાં મુકેશ અંબાણી ૧૪મા સૌથી અમીર વ્યકિત છે.
રિલાયન્સની સાથે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેર પણ ઘટા હતા. અદાણી ગ્રીન એનર્જી શેર ૪.૦૯ ટકા ઘટીને . ૧૮૦૭.૮૦ પર બધં થયો, યારે અદાણી પોર્ટનો શેર લગભગ ૩ ટકા ઘટીને . ૧૪૨૬.૦૫ પર બધં થયો. શેરોમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ૨.૯૩ બિલિયન ડોલર અથવા લગભગ . ૨૪,૬૦૦ કરોડ ઘટીને ૧૦૦ બિલિયન ડોલર થઈ અને તેઓ ૧૪મા સ્થાનેથી ૧૭મા સ્થાને આવી ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application