ગજબ છે, દેડકા અને કુતરા બાદ હવે પોપટના પણ મૈના સાથે કરાવાયા હિંદુ રીતી રીવાજો સાથે લગ્ન

  • February 11, 2023 04:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 

ભારતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. પરંતુ તાજેતરમાં મધ્ય પ્રદેશમાં જોવા મળ્યું હતું કે લોકો એક પોપટના લગ્નની જાનમાં ગયા હતા. મધ્યપ્રદેશના કારેલીમાં પીપરીયા નામનું ગામ છે. અહીં ગામલોકોએ એક એવા વિચિત્ર લગ્ન જોયા કે તેઓ ચોંકી ગયા. અહીં એક પોપટના લગ્ન મૈના સાથે થયા હતા. તમે અવારનવાર લોકોને પ્રેમી-પ્રેમીકાની સરખામણી પોપટ-મૈનાના લગ્ન સાથે કરતા જોયા હશે. પરંતુ જ્યારે લોકોએ ખરેખર પોપટ-મૈનાના લગ્ન કરતા જોયા તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને લગ્ન જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
પીપરીયામાં રહેતા રામ સ્વરૂપ પરિહારે મૈનાને પોતાની પુત્રીની જેમ ઉછેરી હતી. ત્યાં બાદલલાલ વિશ્વકર્મા પાસે એક પોપટ હતો. બંનેએ તોતા અને મૈનાના લગ્ન નક્કી કર્યા. ગયા રવિવારે, બંનેએ તેમના પક્ષીઓના લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન પહેલા હિંદુ રીતિ-રિવાજ મુજબ બંનેની કુંડળીઓ મેચ થઈ હતી અને પછી રમકડાની કાર દ્વારા પોપટનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં અનેક બારાતીઓએ પણ ભાગ લીધો હતો. લોકો જાણે કોઈના લગ્નમાં આવ્યા હોય તેમ ઢોલ પર નાચતા હતા.
કારની ટોચ પર એક પાંજરું મૂકવામાં આવ્યું હતું જે શણગારવામાં આવ્યું હતું. કાર રસ્તા પરથી નીકળી ત્યારે પોપટ પાંજરાની અંદર બેઠો હતો. સમગ્ર લગ્નનું આયોજન રામ સ્વરૂપ પરિહારના ઘરે કરવામાં આવ્યું હતું. અનોખા લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય છે. જો કે, ભારતમાં પ્રાણીઓના લગ્ન કોઈ નવી વાત નથી. વરસાદ દરમિયાન દેડકા-દેડકાના લગ્ન પણ હવે સામાન્ય બની ગયા છે તો હજુ થોડા દિવસ પહેલા જ એક જીલ્લામાં કુતરા અને કૂતરીના લગ્ન કરાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application