અમરનાથ યાત્રાનો વિધિવત શુભારંભ 4,603 યાત્રાળુઓને અપાઈ વિદાય

  • June 29, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફામાં બાબા બફર્નિીના દર્શન માટે યોજાતી અમરનાથ યાત્રાનો આજથી મંગલ આરંભ થયો છે.બાલતાલ અને પહેલગામ કેમ્પમાંથી શ્રદ્ધાળુઓનું પ્રથમ જૂથ વહેલી સવારે અમરનાથ ગુફા માટે રવાના થયું છે. કુલ 4,603 શ્રદ્ધાળુઓ આજે શિવલિંગના દર્શન માટે રવાના થયું . અનંતનાગમાં પરંપરાગત નુનવાન-પહલગામ રૂટ અને ગાંદરબલમાં બાલતાલ રૂટ પર શરૂ થયેલી અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વર્ષે 3.50 લાખથી વધુ લોકોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.તીર્થયાત્રીઓ ગઈકાલે જ જમ્મુથી બાલતાલ-પહલગામ બેઝ કેમ્પ પહોંચ્યા હતા.



બેઝ કેમ્પ પર એકસાથે 9 હજાર લોકોના રહેવાની વ્યવસ્થા
બાલતાલ-પહલગામ બેઝ કેમ્પમાં 9 હજાર લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંદરબલના બાલતાલ અને પહેલગામના નુનવાન બેઝ કેમ્પમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. દરરોજ 9 હજાર લોકો અહીં રહી શકે છે. બંને યાત્રા માર્ગો પર દર 100 મીટરે 260 શૌચાલય, 120 શૌચાલય છે. મોબાઇલ પેશાબ પોઈન્ટ પણ રાખવામાં આવ્યો છે, જેથી યાત્રા સરળ બને.ડોમેલ કેમ્પ બાલતાલથી 2 કિલોમીટર દૂર છે. બરારી રોડ 5 કિલોમીટર આગળ છે. સંગમ અહીંથી 4 કિલોમીટર દૂર છે. એકવાર અહીં પહોંચ્યા પછી 80% યાત્રા પૂર્ણ થઈ જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application