મિગકોલોની નજીક અલ્ટો કાર વીજ પોલ સાથે ટકરાઈ

  • January 15, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રહેતો સાહિલ કનારા નામનો યુવાન પોતાની જીજે ૧૦- એ.સી.૬૯૭૮ નંબરની અલ્ટો કાર લઈને શનિવારે બપોરે મિગકોલોની વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એક બાઈક ચાલક આડો ઉતરતાં તેને બચાવવા જવાથી કાર અકસ્માતે એક વીજ પોલ સાથે ટકરાઈ ગઈ હતી, અને વીજ પોલ જમીનદોસ્ત થયો હોવાથી વીજવાયર તૂટ્યા હતા, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આ ઉપરાંત કારનો પણ બુકડો બોલી ગયો હતો. સદભાગ્યે કાર ચાલક અથવા તો અન્ય કોઈને ઈજા થઈ ન હતી, જેથી હાશકારો અનુભવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application