દ્વારકા-રાજકોટ એકસપ્રેસ-વે માટે 17640 કરોડની ફાળવણી

  • February 21, 2025 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના બજેટમાં દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાને અપગ્રેડ કરવાની જોગવાઈ: ખંભાળિયા પાલિકા એ ગ્રેડની, દ્વારકા બી ગ્રેડની બનશે: ખંભાળીયાને જિલ્લા મથક તરીકે અપગ્રેડ કરાશે: જામનગરમાં ગર્લ્સ હોસ્ટેલ માટે ા.40 કરોડની ફાળવણી



ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે ગુરુવારે રજૂ કરેલા રાજ્યના અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓની અપગ્રેડ કરવાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાતના પગલે આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંત જામનગરમાં ગર્લ્સ હોસ્ટેલ માટે ા.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે, એટલું જ નહીં ખંભાળીયાને જિલ્લા મથક તરીકે અપગ્રેડ કરવામાં આવશે એવી પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. આ બજેટમાં રાજકોટથી દ્વારકા 210 કિ.મી.ના રસ્તાને એકસપ્રેસ-વે બનાવવા ા.17640 કરોડની ફાળવણી કરવામાં આવી છે તેમજ ભારત માલાના અમૃતસર-જામનગર હાઇવેને ડીશાથી રાજય સરકાર કનેકટીવીટી આપશે.


ગુજરાત સરકારના આ બજેટમાં રાજકોટ-દ્વારકા લીંક નવા એકસપ્રેસ-વે માટે જે ા.210 કિ.મી. અંતર છે તેના માટે ા.17640 કરોડની ફાળવણી કરી છે ત્યારે આ કામ હવે ઝડપથી શ થાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે, આ બંને હાઇવે તદન નવેસરથી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આમ પવિત્ર યાત્રાધામ દ્વારકા જવા માટે હવે આ એકસપ્રેસ-વે બન્યા બાદ ઝડપથી પહોંચી શકાશે.


ખંભાળિયા નગરપાલિકા હાલ સી ગ્રેડની નગરપાલિકા છે. જેમાં 2011 ની સાલમાં માત્ર 41 હજારની જ વસ્તી હતી. તે પછી વર્ષ 2025 માં આ વસ્તી અંદાજીત 80,000 થી વધુ થઈ ગઈ છે. આ પછી ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા શહેરના વિકાસ માટે ખંભાળિયા શહેર સંલગ્ન આવેલી જુદી જુદી ચાર ગ્રામ પંચાયતો કે જે ખંભાળિયા શહેરની જ કેટલીક સોસાયટીમાં વિકાસ પામી રહ્યો છે, તે ખંભાળિયામાં ભળી જવા બાબતે તત્કાલીન જિલ્લા કલેકટર અશોક શમર્,િ મુકેશ પંડ્યા અને જી.ટી. પંડ્યા ઉપરાંત વર્તમાન જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ પણ જરૂરી જહેમત ઉઠાવી હતી. આ સાથે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચો, આગેવાનો વિગેરે સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, સંજયભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ કણજારીયા તથા ધરમપુર, રામનગર, શક્તિનગર અને હર્ષદપુર આ ચાર ગ્રામ પંચાયતના સરપંચો વિગેરે સાથે સંકલન કરાવીને તાજેતરમાં પાલિકા દ્વારા આ દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકા અને અપગ્રેડ કરવાની દરખાસ્ત થઈ છે.


જેમાં ખંભાળિયા નગરપાલિકા આગામી દિવસોમાં એ ગ્રેડની બની જશે. ખંભાળિયા નગરપાલિકા અપગ્રેડ થતા અહીં મળતી ગ્રાન્ટમાં વધારો થશે અને વિકાસને વેગ મળશે. દ્વારકા નગરપાલિકાની વાત કરીએ તો વર્ષ 2011 માં વસ્તી ગણતરીમાં અહીં માત્ર 38 હજારની જ વસ્તી હતી. જે હાલ 2025 ના પ્રારંભે આશરે 75 હજારથી વધુ થઈ ગઈ છે. સાથે દ્વારકા શહેર યાત્રાધામ તરીકે ખૂબ જ વિકસી રહ્યું હોય અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચારધામ પૈકીના આ એક યાત્રાધામના વિશેષ વિકાસ માટે અહીં પ્રાધાન્ય આપવામાં આવે છે. જેને અનુલક્ષીને દ્વારકા નગરપાલિકા આગામી દિવસોમાં સી ગ્રેડમાંથી બી ગ્રેડની બની રહેશે.

ગુજરાતના બજેટમાં જામનગરમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવા માટે અગાઉ પણ માંગણી કરવામાં આવી હતી, આખરે નાણામંત્રીએ આ બજેટમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં ા.40 કરોડના ખર્ચે નવી આધુનિક ગર્લ્સ હોસ્ટેલ બનાવવા જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application