પીએમના કાર્યક્રમ માટે રાજકોટની ૧૫૦ સહિત ૧૦૦૦ એસટી બસની ફાળવણી

  • March 06, 2025 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીએમના આવતીકાલના સુરતના કાર્યક્રમ માટે રાજકોટની ૫૦ અને તા.૮ના નવસારીના કાર્યક્રમ માટે ૧૦૦ સહિત કુલ ૧૫૦ બસની ફાળવણી કરાઇ હોય રાજકોટ એસટી ડિવિઝનમાં બે દિવસમાં કુલ ૪૦૦ જેટલી ટ્રિપ રદ થશે, રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ભુજ સહિતના ડિવિઝનમાંથી પણ અનેક બસની ફાળવણી કરાઇ હોય આગામી બે દિવસ દરમિયાન અનેક બસ રૂટ રદ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન આવતીકાલે તા.૭ના રોજ સુરત અને તા.૮ના રોજ નવસારીમાં કેન્દ્ર સરકારની લખપતિ દીદી યોજના અંતર્ગત એક લાખ મહિલાઓનું સંમેલન યોજાનાર છે. તદઉપરાંત વડાપ્રધાનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં મેદની એકત્રિત કરવા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનની ૧૫૦ સહિત કુલ ૧૦૦૦ બસ ફાળવવામાં આવી હોય રાજ્ય સ્તરે ૪૦૦૦ જેટલી ટ્રીપ રદ થશે. એકંદરે આગામી બે દિવસમાં અંદાજે ૨૦ ટકા બસોનું સંચાલન બંધ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application