ગુજરાતના 2022ની બેચના ટ્રેઈની આઈપીએસ ઓફિસર રોહિત કુમાર તંવરે દિલ્હીમાં હવાલદાર હરભજનસિંહને લાફો ઠોકી દેતાં તંવરને લાજપત નગર પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાયો હોવાનો મીડિયા રીપોર્ટમાં દાવો કરાયો છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓએ દખલગીરી પછી રોહિત કુમાર તંવરે હવાલદારની લેખિતમાં માફી માગતાં પોલીસે તેને જવા દીધાહતા એવો દાવો પણ રીપોર્ટમાં કરાયો છે. રોહિત કુમાર હાલમા વિસાવદરમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએેસપી) તરીકે ફરજ બજાવે છે.
આ મામલે મીડિયાએ દિલ્હીના દક્ષિણ-પૂર્વ જિલ્લા ડેપ્યુટી કમિશનર રવિકુમાર સિંહનો સંપર્ક કરતાં તેમણે આ કેસની તપાસ ચાલી રહી હોવાથી કશું કહી ના શકાય એમ કહીને વિગત આપવાનો ઈન્કાર કરી દીધો હતો પણ આ ઘટના બની હોવાનો ઈન્કાર નથી કર્યો. લાજપત નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રોહિત તંવરને બેસાડી રખાયો હોવાનો સ્વીકાર કર્યો છે.
હરિયાણાના બહાદુરગઢના રહેવાસી રોહિત તંવર ગુજરાત કેડરમાં આઈપીએસની ટ્રેઈનિંગ લઈ રહ્યા છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે, રવિવારે રાતે રોહિત તંવર પોતાના કેટલાક મિત્રો સાથે દિલ્હીના લાજપતનગર આવ્યા હતા. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે તંવર પોતાના દોસ્તો સાથે પાછા ફરતા હતા ત્યારે લાજપતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હવાલદારે તેમની કારને રોકી હતી.
કાર ડ્રાઈવ કરી રહેલા આઈપીએસ અધિકારીના મિત્રે દારૂ પીધો હતો તેથી હવાલદાર હરભજને તેને ડ્રાઈવિંગ નહીં કરવા સૂચના આપી હતી. તેનાથી ઉશ્કેરાયેલા રોહિત તંવરે હરભજનને લાફો ઠોકી દીધો હતો. એટલું જ નહીં પણ રોહિત તંવર તથા તેના મિત્રો હરભજનને બળજબરીથી ગાડીમાં નાંખીને લાજપતનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
લાજપત નગર પોલીસ સ્ટેશનમાં ફરીથી ઝઘડો થયો હતો. મારામારી કરીને રોહિત તંવર પોતાના મિત્રો સાથે નિકળી ગયા હતા પણ હરભજને કોલ કરીને પીસીઆર વાન બોલાવતાં સ્ટેશન ઈન્ચાર્જે રોહિત તંવર તથા તેના મિત્રોને ફોન કરીને પાછા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. તંવરે આઈપીએસ તરીકે રોફ ઝાડતાં અકળાયેલા અધિકારીને તંવર તથા તેના મિત્રોને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનામાં હેલિકોપ્ટરની ભારે અછત, લશ્કરી કામગીરી પ્રભાવિત
April 19, 2025 10:54 AMઅમેરિકા ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને માન્યતા આપી શકે
April 19, 2025 10:50 AMકેજરીવાલે નિકટના પરિવારજનોની હાજરીમાં પુત્રીને પરણાવી
April 19, 2025 10:46 AMરાજકોટ-મુંબઈ-રાજકોટ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ત્રિ-સાપ્તાહિક ટ્રેન
April 19, 2025 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech