પોરબંદરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદુ પાણી વહાવાતુ હોવાનો થયો આક્ષેપ

  • April 28, 2025 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેરભરનું ગંદુ પાણી શુધ્ધ કરવાનો ઇન્દિરાનગર પાસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન આવેલો છે જેમાં કેટલાક દિવસોથી શુધ્ધિકરણ કર્યા વગર પાણી વહાવાતુ હોવાની ફરીયાદો ઉઠતા  કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જો કે મનપાના અધિકારીઓએ તેનો બચાવ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.
પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોની ગટરોમાંથી એકત્ર થતુ ગંદુ પાણી શુધ્ધ કરવા માટે ઇન્દિરાનગર નજીક સિકોતેર મંદિર સામે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે અને આ પ્લાન્ટમાંથી પાણીનું શુધ્ધિકરણ કરવામાં આવતુ હોય છે. અને ત્યાંથી પાછળની બાજુએ કેનાલમાં તેને વહાવવામાં આવે છે.  ત્યાં સ્થાનિકકક્ષાએથી એવી માહિતી પ્રાપ્ત થઇ છે કે છેલ્લા કેટલાક દિવસોથી અહીંયા શુધ્ધિકરણ કર્યા વગર ગંદા પાણી વહાવવામાં આવી રહ્યા છે આથી મીડિયા દ્વારા સ્થળ ઉપર તપાસ કરવામાં આવતા એવુ જાણવા મળ્યુ હતુ કે વોલ્ટેજ ક્ધટ્રોલ કરવા માટેનું બ્રેકર હોય છે તેમાં ખામી સર્જાતા તેને સમારકામ માટે મોકલવામાં આવ્યુ છે અને તેના લીધે પાણીનું શુધ્ધિકરણ થતુ નથી. આ મુદ્ે  વોટર વર્કસ વિભાગના નિલેષભાઇ કડછાને પૂછતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે બ્રેકરમાં ખામી સર્જાતા દસેક દિવસ પહેલા તેને સમારકામ માટે મોકલવામાં આવ્યુ છે અને જનરેટરના માધ્યમથી ટ્રીટ કરવામાં આવેલુ પાણી છોડવામાં આવી રહ્યુ છે ત્યારે આ મુદ્ે સત્ય હકીકત બહાર આવે તેવી લોકો દ્વારા માંગ થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application