વિશ્વના સૌથી મોટા સિને એવોર્ડ ઓસ્કાર એવોર્ડનો પાયો ક્યારે નંખાયો

  • March 13, 2023 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  •  1929માં પહેલીવાર ઓસ્કર એવોર્ડ સેરેમનીની શરૂઆત કરવામાં આવી
    બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તો વિશ્વ વિખ્યાત ટ્રોફી લાકડાની બનાવાઇ હતી


ફિલ્મોની દુનિયાના સૌથી મોટા ઓસ્કર એવોર્ડ સેરેમનીની શરૂઆત ભારતીય સમય પ્રમાણે સોમવારે 5:30 વાગ્યે થઇ હતી. આ વખતે આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ ગીતને લઇ ભારતીય દર્શકોમાં ઓસ્કર વિશે બહુ તાલાવેલી હતી અને તેમના મગજમાં અનેક સવાલ પણ થતા હતા કે ઓસ્કર આખરે આટલું મહત્વનું છે કેમ?

ઓસ્કરને એવોર્ડને લઈને મનમાં અનેક સવાલો છે. જેમ કે ઓસ્કરની શરૂઆત ક્યારે થઇ, કોણે શરૂ કર્યો, શા માટે તે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ એવોર્ડ કેમ છે અને  આ પ્રકારના અનેક પ્રશ્નો છે.  આજ દિવસ સુધી એક રહસ્ય જ છે કે આ એવોર્ડનું નામ ઓસ્કર શા માટે રાખવામાં આવ્યું. ખુદ ઓસ્કર કમિટીએ પ આજદિન સુધી આ અંગે સ્પષ્ટતા કરી નથી.

ઓસ્કર એવોર્ડનું પહેલાં નામ એકેડેમી એવોર્ડ હતું. આ સેરેમનીનો પાયો 1927માં નાખવામાં આવ્યો હતો. અમેરિકામાં MGM સ્ટુડિયોના વડા લુઈસ બી. મેયર, તેમના ત્રણ મિત્રો, એક્ટર કોનરાડ નાગેલ, દિગ્દર્શક ફ્રેડ નિબ્લો અને ફિલ્મ નિર્માતા ફેડ બિટ્સોન સાથે મળીને એક ગ્રુપ બનાવવાનો વિચાર કર્યો હતો. જેનાથી સમગ્ર ઉદ્યોગને ફાયદો થાય અને એવોર્ડ શરૂ કરવો જોઈએ જેનાથી ફિલ્મ મેકર્સને મોટિવેશન મળે. આ વિચારને આગળ લઈ જવા માટે લોકોને સામેલ કરવા જરૂરી હતા.

આ બાદ આ માટે હોલિવૂડના 36 સૌથી પ્રખ્યાત લોકોને લોસ એન્જલસની એમ્બેસેડર હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. તેમની સમક્ષ 'ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ મોશન પિક્ચર ઓફ આર્ટ એન્ડ સાયન્સ'ની રચના કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેમાં બધા જ લોકો સંમત થયા હતા. તેના અધિકારીઓ માર્ચ 1927 સુધી ચૂંટાયા હતા. જેના પ્રમુખ હોલિવૂડઅભિનેતા અને નિર્માતા ડગ્લાસ ફેરબેન્ક્સ બન્યા હતા.

એકેડેમી એવોર્ડ ટ્રોફી તલવાર સાથેના યોદ્ધાની છે, જે ફિલ્મની રીલ પર ઉભી છે. આ ટ્રોફી પાછળનો વિચાર એ હતો કે મનોરંજન ઉદ્યોગમાં કામ કરનારાઓને પણ યોદ્ધાઓ જેવા જ અનુભવવા કરાવવામા આવે. આ માટે સૌપ્રથમ એમજીએમ સ્ટુડિયોના આર્ટ ડાયરેક્ટરે તલવાર લઈને એક યોદ્ધાને રીલ પર ઉભા કરીને સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. શિલ્પકાર જોર્ડન સ્ટેનલીએ આ રચનાને ફાઇનલ લુક આપ્યો હતો.

ગોલ્ડ પ્લેટેડ આ ટ્રોફી 92.5% ટીન અને 7.5% તાંબાની બનેલી આ ટ્રોફી 13 ઇંચ ઉંચી અને 3.85 કિગ્રા વજનની હતી. પ્રથમ સમારોહ દરમિયાન 2701 પુરસ્કારો બનાવવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1938માં તાંબાની અછતને કારણે લાકડાની ટ્રોફી બનાવવામાં આવી હતી.

પ્રથમ એવોર્ડ સેરેમનીના વિજેતાઓની ત્રણ મહિના અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. 1930ના દાયકાથી એવોર્ડ નાઇટ પર 11 વાગ્યે મીડિયાને વિનરનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ 1940 માં લોસ એન્જલસ ટાઇમ્સે સેરેમની પહેલાં જ વિજેતાઓની જાહેરાત કરી હતી. ત્યારથી વિજેતાઓનો ખુલાસો પરબિડીયામાં કરવામાં આવ્યો હતો.

એકેડેમી એવોર્ડ હવે ઓસ્કર એવોર્ડ તરીકે ઓળખાય છે.1939 થી તેનું ઓફિશિયલ નામ ઓસ્કર રાખવામાં આવ્યું હતું. જો કે, તેનું નામ ઓસ્કર કેવી રીતે પડ્યું તેના ત્રણ અલગ-અલગ સિદ્ધાંતો છે.

પ્રથમ ઓસ્કર એવોર્ડની પ્રથમ મહિલા પ્રમુખ અને અમેરિકન એક્ટ્રેસ બેટ્ટે ડેવિસે તે સમયે દાવો કર્યો હતો કે, ઓસ્કર ટ્રોફી પાછળથી જોવામાં આવે ત્યારે તેના સંગીતકાર પતિ હાર્મન ઓસ્કર નેલ્સન જેવી દેખાતી હતી, તેથી એવોર્ડનું નામ ઓસ્કર રાખવામાં આવ્યું હતું.

બીજુ હોલિવૂડ ગોસિપ આર્ટિકલ લખનાર કટારલેખક સિડની સ્કોલ્સ્કીએ દાવો કર્યો હતો કે, એકેડેમી એવોર્ડને ઓસ્કર ઉપનામ આપવામાં આવ્યું હતું .તેમણે 1934ના લેખમાં આ એવોર્ડ માટે ઓસ્કર ઉપનામનો ઉપયોગ કર્યો હતો.

ત્રીજુ  એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ એન્ડ સાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે દાવો કર્યો હતો કે, ઓસ્કરનું નામ તેના કાકા ઓસ્કરના નામ પરથી રાખવામાં આવ્યું છે. પરંતુ આ ત્રણમાં કયો દાવો સાચો છે, તે કહેવું મુશ્કેલ છે.


1953માં પ્રથમ વખત એનબીસીએ આ સેરેમનીનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી પર પ્રસારણ કર્યું હતું. ઘણા દેશોમાં ટેલિકાસ્ટ થવાને કારણે ઓસ્કરને વિશ્વભરમાં ઓળખ મળવા લાગી. 1956 સુધી આ એવોર્ડ માત્ર હોલિવૂડ ફિલ્મો માટે જ હતો.

  • 1957 માં એકેડમીએ બેસ્ટ ફોરેન લેન્ગવેજ કેટેગરી બનાવી હતી ત્યારબાદ ભારત સહિત તમામ દેશો તેમની ફિલ્મોના નોમિનેશન મોકલવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે દુનિયાભરની ફિલ્મો ઓસ્કરમાં પ્રવેશી અને એકબીજામાં હરીફાઈ હતી ત્યારે ઓસ્કરનું લેવલ સૌથી ઊંચું માનવામાં આવતું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application