રાજ્ય તમામ હોસ્પિટલને ૧૨ માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

  • December 02, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજય સરકાર અને આરોગ્ય વિભાગદોડતું થયું છે. વર્ષેાથી ચલાવવામાં આવતા નિયમો માત્ર કાગળ પર ચાલી રહ્યા હતા હવે તેમાં ફેરફાર કરી નવી એસોપી બનાવવામાં આવી રહી છે. તેના ભાગપે શનિવારે આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કિલનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કિલનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ, આ અધિનિયિયમ હેઠળ જરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલ હોસ્પિટલસના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઇ હતી.
આરોગ્યમંત્રી પટેલે કહ્યું છે કે, તા.૧૨ મી માર્ચ ૨૦૨૫ સુધીમાં રાયની તમામ હોસ્પિટલ્સએ આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સમય અવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્યસંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે.
રાષ્ટ્ર્રીય, રાય અને જિલ્લા સ્તરે કિલનીકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેકિટશનરો દ્રારા ઐંટવૈદું રોકી શકાશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.
આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન થશે તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્રારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. અત્યારસુધીમાં તા. ૨૮નવેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ રાયની ૫૫૩૪ આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાં ૨૩૨૮ સરકારી, ૩૦૧૫ ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં ૪૦૧૮ એલોપેથી, ૧૮૫ આયુષ હોસ્પ્િટલ્સ, ૪૩૭ હોમિયોપેથી , ૭૭ ડેન્ટલ કિલનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે. ૫૦ થી ઓછી પથારી ધરાવતી ૪૬૦૧ અને ૫૦ થી વધુ પથારી ધરાવતી ૩૨૨ હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એકટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. અત્રે નોંધનીય છે કે, આ એકટ હેઠળ કોઈ માન્યતા પ્રા ચિકિત્સા પદ્ધતિ દ્રારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા, હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નસિગ હોમ, ડિસ્પેન્સરી, કિલનિક, સેનિટોરિયમ નો સમાવેશ થાય છે.
ગુજરાત કિલનીકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ તારીખ ૨૨–૫–૨૦૨૧ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ ૧૩–૯–૨૦૨૨ ના રોજ સમગ્ર રાયમાં અમલમાં આવેલ છે. ગુજરાત કિલનીકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ અંતર્ગત નિયમો અને નિયમન તારીખ ૧૩૦૩૨૦૨૪ ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ અમલમાં આવ્યા છે. તદઉપરાંત રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી યાં પેથોલોજિકલ, બેકટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય (પ્રોવિન્શિયલ) અથવા રાય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું, સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું (મંડળી સહિતનું) કોર્પેારેશન , સ્થાનિક સત્તામંડળ અને, કોઈ ડોકટરની માલિકીની અથવા તેના દ્રારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એકટની જોગવાઇ લાગુ પડે છે

આટલી આરોગ્ય સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત
આ એકટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. કિલનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયોસ્ટિક સેવાઓ માટે, એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓ કિલનિકકન્સલ્ટિંગ મપોલીકિલનિક ઉપરાંત ૧૫ બેડ થી લઇ ૧૦૦ થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્િટલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ અન્ય ડાયોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ  કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે.

આટલો દંડ–કાયદાકીય પગલાં લેવાય શકે છે
પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે . ૧૦ હજાર થી ૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે. વધુમાં આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર, વ્યકિતસંસ્થાને પ્રથમ ગુના માટે દસ હજાર પિયા, બીજા ગુના માટે પચાસ હજાર પિયા સુધી, પછીના કોઈપણ ગુના માટે એક (૧) લાખ પિયા સુધીનો દડં હોઈ શકે છે. તદઉપરાંત અધિનિયમ હેઠળ આપવામાં આવેલ આદેશનું જો કોઈ વ્યકિત અથવા સંસ્થા ઇરાદાપૂર્વક અનાદર કરે અથવા કોઈ કાર્યેા કરવામાં અવરોધ ઉભો કરે તેવી વ્યકિતસંસ્થા ૫ લાખ પિયા સુધી દંડને પાત્રની જોગવાઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application