લોકસભાની બેઠક પર ઉભા રહેલા ઉમેદવારે પોતાની ગુનાહિત ઇતિહાસ જાહેર કરવા મુખ્ય ચૂંટણી અધિકારી ભારત સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આ અગાઉ ઉમેદવારો એમનો ગુનાહિત ઈતિહાસ અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરતા હોવાથી સામાન્ય લોકો તેને સમજી શકતા નથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા જે રાજ્યની મુખ્ય બોલાતી ભાષા હોય તે ભાષામાં તેને પ્રસિદ્ધ કરવા આદેશ કર્યો છે આ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચને તાકીદ કરવામાં આવતા આ નિર્ણય કરાયો છે. આથી ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ પોતાનો ગુનાહિત ઇતિહાસ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવો પડશે. આ માટે તમામ રાજકીય પક્ષોને મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત દ્વારા સુચના આપવામાં
આવી છે.
લોકસભાની ચૂંટણીમાં જે ચૂંટણી લડી રહ્યા છે તેમના ગુનાહિત ઇતિહાસની વિગતો સ્પષ્ટ મતદારો જાણી શકે તેમ ગુજરાતી ભાષામા પ્રસિદ્ધ કરવી પડશે તેવી ઇલેક્શન કમિશન દ્વારા જારી આવી છે. કોંગ્રેસ, ભાજપ, બીએસપી વિગેરે રાજકીય માટે ગુજરાતી ભાષામાં ગુનાઇત વિગતો છાપવા મુખ્ય અધિકારી-ગુજરાત દ્વારા આ અંગે સુચના આપવામા આવી છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને માહિતી અધિકાર ગુજરાત પહેલના પંક્તિ જોગના જણાવ્યા મુજબ, મુખ્યત્વે રાજકીય પક્ષો અને ઉમેદવારો -૨ અને -૭ ફોર્મ અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરતાં હતા.ચૂંટણી પંચે ઉમેદવારોના ગુનાની વિગતો જાહેર કરવા રાજકીય પક્ષો માટે સી-૨ અને સી૭ ફોર્મ બહાર પાડીને ગાઇડ લાઇન પણ જાહેર કરી હતી છતાં એવું ધ્યાન પર આવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો આ બાબતને ગંભીરતાથી લેતા નથી.સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ગાઇડ લાઇન છતાં કેટલાક રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની બાબત ગંભીરતાથી લેતા નથી.
જ્યારે મતદારોના જાણવાના અધિકારને મહત્ત્વ આપીને સર્વોચ્ય અદાલતે સપ્ટેમ્બર-૨૦૧૮ અને ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ ચૂકાદો આપ્યો હતો કે મતદારો પાસે ઉમેદવારો વિશે કેટલીક જરૂરી માહિતી હોવી જોઈએ. જેમાં ઉમેદવારોનું શિક્ષણ, તેમની પરના કેસ અને તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે વગેરેનો સમાવેશ કરાયો ભાજપ, આપ, બીએસપી વિગેરે હતો. તેથી દરેક ઉમેદવારે તેમની પરના રાજકીય પક્ષોને ગુજરાતી ભાષામાં કે ૨૦૨૨ની ચૂંટણીમાં જે ફોર્મ પ્રસિદ્ધ કરાયા હતા તેનો અભ્યાસ કરતા સુપ્રીમ કોર્ટે ત્રણ વખત ગુનાઇત ઇતિહાસની વિગતો છાપવા કહ્યું છે. છતાં એક બે વખત છાપવી કે અંગ્રેજીમાં જ છાપવી અને કેટલાક કિસ્સામાં પ્રસિદ્ધ કરાતી નહીં હોવાનું પણ જણાયું હતું. તેના આધારે લોકસભા ચૂંટણી સંદર્ભે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને મુખ્ય નિર્વાચન અધિકારીને અગાઉના હુકમનો ભંગ થતો હોવાની રજૂઆત હતી. તેના અનુસંધાનમાં કોંગ્રેસ, કરી ગુનાહિત બાબતોની વિગતો અખબાર, સોશિયલ મીડિયા કે વેબસાઇટ પર મૂકવી જરૂરી સૂચના આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech