આલિયા ભટ્ટે બાંદ્રા વેસ્ટમાં 37 કરોડનું ખરીધ્યું નવું ઘર

  • April 25, 2023 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • રણાલિયાના સપનાના ઘરનું બાંધકામ તો પહેલેથી ચાલી રહ્યું છે
  • ગત મહિને પણ આલિયાએ બહેન શાહીનને બે ફ્લેટ ગિફ્ટ કર્યા હતા

 

બોલીવૂડના લવલી કપલ રણાલિયા તેમનું સપનાનું ઘર બાંધી રહ્યા છે એ વાત જગજાહેર છે. નીતૂ કપૂર અને ઋષિ કપૂરના બંગલા ક્રિષ્નારાજના રિનોવેશનનું કામ ખાસ્સા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે આલિયાએ બાંદ્રા વેસ્ટમાં 37 કરોડ રૂપિયામાં બીજું નવું ઘર પણ ખરીધ્યું છે. દરમિયાન તેણે આ મહિને તેની બહેન શાહીન ભટ્ટને કરોડો રૂપિયાના બે ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. તેથી એવું લાગે છે કે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં ઘર ખરીદવા માટે તેની તમામ કમાણી ખર્ચી રહી છે. 


આલિયા ભટ્ટે બાંદ્રા વેસ્ટમાં ખરીદેલું ઘર 2,497 ચોરસ ફૂટમાં છે. જે તેણે પોતાના પ્રોડક્શન હાઉસ Eternal Sunshine Production Pvt Ltd વતી ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવું સરનામું પાલી હિલમાં એરિયલ વ્યૂ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં આવેલું છે. તેણે રૂ. 2.26 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી હોવાના અહેવાલ છે. વેચાણ કરાર 10 એપ્રિલ 2023ના રોજ નોંધાયેલ છે.


ઉપરાંત 10 એપ્રિલે આલિયા ભટ્ટે તેની બહેન શાહીન મહેશ ભટ્ટને મુંબઈમાં 7.68 કરોડ રૂપિયાના બે એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યા હતા. જુહુના ગીગી એપાર્ટમેન્ટમાં આવેલો આ ફ્લેટ 2,086.75 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. તેણે સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. 30.75 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આલિયા હાલ પતિ રણબીર કપૂર અને પુત્રી રાહા સાથે બાંદ્રાના પાલી હિલ સ્થિત 'વાસ્તુ'માં રહે છે. આ દંપતીએ આ ઘરની બાલ્કનીમાં લગ્ન કર્યા હતા, જ્યાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.


રણાલિયાએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. આલિયા અને રણબીર હાલ એક દીકરીના માતાપિતા છે. રણબીર અને આલિયાની દીકરી રાહાનો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો હતો. હાલ આલિયા-રણબીર દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે.


વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ છેલ્લે પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી હતી. હવે તે કરણ જોહરના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમકહાણીમાં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન જોવા મળશે. આ સિવાય 'જી લે ઝરા'માં તે પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ સાથે દેખાશે. ઉપરાંત આલિયા ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન થકી હોલીવુડમાં પણ ડેબ્યૂ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application