હાથીદાંતનો શિકાર કરતી ગેંગ પર આધારિત છે ‘પોચર’નું ટ્રેલર રીલીઝ
આલિયા ભટ્ટની વેબ સિરીઝ પોચરની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. સિરીઝ રિલીઝ થવા માટે તૈયાર છે. હાથીદાંતનો શિકાર કરતી ગેંગ પર આ વેબ સિરીઝની કહાની આધારિત છે. આમ, પોચર મુવીનું દમદાર ટ્રેલર ખાસ જોવા જેવુ છે.
આલિયા ભટ્ટની વેબ સિરીઝ પોચરનું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. એમી પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા રિચી મહેતાએ બનાવી છે. પોચરનું નિર્માણ ઓસ્કાર વિજેતા પ્રોડક્શન અને ફાઇનાન્સ કંપની ક્યૂસી એન્ટરટેનમેન્ટે કર્યુ છે, જેને જોર્ડન પીલની ગેટ આઉટ અને સ્પાઇક લી ની બ્લેકક્લાંસમેન જેવી હિટ ફિલ્મો આપી છે. અભિનેત્રી આલિયા ભટ્ટ સિરીઝની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ ક્રાઇમ ડ્રામા પોચર ભારતીય ઇતિહાસની સૌથી મોટા હાથી દાંતનો શિકાર કરતી ગેંગનો ખુલાસો કરે છે.
આ ક્રાઇમ સિરીઝ મુખ્ય રૂપે મલયાલમ, હિન્દી અને અંગ્રેજીમાં છે. પોચર 23 ફેબ્રુઆરીના રોજ ભારત અને દુનિયાભરના 240થી વઘારે દેશો અને ક્ષેત્રોમાં વિશેષ રૂપથી પ્રાઇમ વિડીયો પર આનું પ્રીમિયર કરવામાં આવશે. આ અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દીમાં હશે. આ સાથે 35થી વધુ ભાષાઓમાં ઉપશીર્ષક હશે.
ટ્રેલરમાં હાથીઓની સતત થઇ રહેલી હત્યાની હકીકતની ઝલક પ્રદાન કરે છે. આ વન્યજીવ સંરક્ષકોના એક વિવિધ સમૂહનું અનુસરણ કરે છે જેમાં પોલીસ કર્મીઓ તેમજ બીજા અનેક લોકો શામેલ છે જે ભારતીય ઇતિહાસના સૌથી મોટા હાથીદાંતનો શિકાર કરનાર ગેંગનો પર્દાફાશ કરવાની સતત શોધમાં છે.
એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આલિયા ભટ્ટની આ સિરીઝને લઇને કહેવુ છે કે ‘પોચર’ જાનવરોના શિકાર અને વન્યજીવી વ્યાપારના ગંભીર અને બીજા અનેક મુદ્દાને સંબોધિત કરે છે. આમ, તમને જણાવી દઇએ કે ટ્રેલર લોન્ચ દરમિયાન આલિયા ભટ્ટની ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ટીમ પણ સાથે હાજર રહી. આલિયા સ્કાઇ બ્લુ સૂટમાં જોવા મળી રહી છે. વર્ષ 2022ની ઓટીટી ફિલ્મ ડાર્લિંગથી નિર્માતા તરીકે ડેબ્યુ કર્યુ હતુ, જ્યારે હવે પોચરની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બની ગઇ છે.
આલિયાનું વર્કફ્રન્ટ
આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ખૂબ જલદી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ 2-દેવ, જીગરા અને સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ લવ એન્ડ વોરમાં લીડ રોલમાં જોવા મળશે. આમ વાત કરવામાં આવે તો આલિયાની આગામી ફિલ્મોને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech