આલિયા ભટ્ટે શાહરુખ ખાન પાસે પેન્ટ ઉતારવાની ફરમાઇશ કરી દીધી

  • May 08, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પછી શું, શાહરુખનો ધારદાર જવાબ સાંભળી આલિયાની બોલતી જ બંધ થઇ ગઇ
  •  નેટિઝન્સે આલિયાની ઉડાવી મજાક, કહ્યું- અપમાન કરાવી કાળજામાં પડી ગઇ ઠંડક

 

ઝીરો ફિલ્મ ફ્લોપ થવાને કારણે કેટલાક લોકોએ માની લીધું હતું કે બાદશાહ શાહરુખ ખાનના દિવસો હવે બોલીવૂડમાં પુરા થઇ ગયા. પરંતુ હંમેશની જેમ 100 ટકામાં માનનારા કિંગખાને પઠાન થકી 4 વર્ષે એવું કમબેક કર્યું કે ટીકાકારો તો ઠીક તમામને આશ્ચર્ય થઇ ગયું. પઠાન ફિલ્મ બાદ ચારેબાજુ શાહરુખની જ ચર્ચા જ થઇ રહી છે
 
 શાહરુખ ખાન પોતાની દમદાર અદાકારીની સાથો-સાથ પર્સનલ લાઈફ અને શાનદાર અંદાજના માટે ઓળખાય છે. શાહરુખ ખાન પોતાના ધારદાર અંદાજમાં ઘણીવાર જવાબ આપી લોકોની બોલતી બંધ કરી દે છે. હાલમાં શાહરુખ અને આલિયા ભટ્ટનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં આલિયા શાહરુખ ખાનને જાહેરમાં પેન્ટ ઉતારવાનું કહે છે. પરંતુ, શાહરુખ ખાન આલિયાને એવો જવાબ આપે છે કે આલિયા કોઇ જવાબ આપી શકતી નથી.
 
વાસ્તવમાં આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનનો વીડિયો ફિલ્મફેર એવોર્ડસ 2016નો છે. થ્રોબેક વીડિયોમાં શાહરુખ ખાન ફિલ્મફેર એવોર્ડ હોસ્ટ કરી રહ્યો છે, ત્યારે આલિયા તેને કહે છે કે, તે કૂલ હોસ્ટ બને અને કંઈક અલગ કરે. ત્યારે શાહરુખ ખાન પુછે છે કે શું કરવું જોઈએ. આલિયા આ સવાલ પર જવાબ આપીને કહે છે. 'તમારી પેન્ટ ઉતારો.'


આલિયા ભટ્ટની આવી વિચિત્ર વાત સાંભળીને શાહરુખ ખાન હેરાન રહી જાય છે. બાદમાં થોડી સેકન્ડ બાદ કહે છે, 'હું એવું નહીં કરી શકું આલિયા, આ ફેમિલી શો છે અને તમામ ફેમિલી તારી જેવી એજી (Edgy)એટલે બોલ્ડ નથી.' શાહરુખ ખાનનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટની અતરંગી વાત પર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે.



નોંધનીય છે કે આલિયા ભટ્ટ તેના દમદાર અભિનયને કારણે આજે બોલીવૂડમાં ટોચના સ્થાને ભલે પહોંચી ગઇ છે. પરંતુ તે હંમેશા તેના જનરલ નોલેજને કારણે હાસ્યાસ્પદ બનતી રહે છે. અહીં પણ એવું જ થયું તે કિંગખાનની મજાક કરવા ગઇ અને પોતાની જ ઠેકડી ઉડાવી બેસી.

એક નેટિઝને શાહરુખ-આલિયાના વીડિયો પર લખ્યું, 'કરાવી લીધું અપમાન, કાળજામાં પડી ગઈ ઠંડક...' 

 આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની ફિલ્મ ડિયર જીંદગી પણ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આલિયા, શાહરુખની હિરોઈન નહતી. ફિલ્મમાં શાહરુખ ખાન એક થેરેપિસ્ટ હતો અને અને એક્ટ્રેસ તેની પેશેન્ટ બની હતી.
 
 વર્કફ્રન્ટની વાત કરીએ તો પઠાન બાદ શાહરુખ ખાન એક પછી એક જવાન, ઠંકી અને ટાઇગર 3માં દેખાશે. જ્યારે આલિયા તેની હોલીવૂડ ડેબ્યુ ફિલ્મ ઉપરાંત કરણ જોહરની રણવીર સિંહ સાથેની ફિલ્મમાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application