એક્ટ્રેસએ સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો
એક્ટ્રેસ ઋચા ચડ્ઢા અને અલી ફઝલના ઘરમાં ખુશીઓ આવી ગઈ છે. આ દંપતી એક બાળકીના ગૌરવપૂર્ણ માતાપિતા બની ગયા છે. ઋચા ચડ્ઢાએ 16 જુલાઈના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો. ઋચા ચડ્ઢા અને અલી ફઝલે એક નિવેદન શેર કરીને તેમની દીકરીના જન્મની માહિતી આપી છે. જ્યારથી ઋચા અને અલીએ બાળકીના જન્મની જાણ કરી છે, ત્યારથી ચાહકોની ખુશીનો પાર નથી રહ્યો.
અલી અને ઋચાએ નિવેદનમાં લખ્યું - 16.07.24 ના રોજ એક સ્વસ્થ બાળકીના આગમનની જાહેરાત કરતા અમને ખૂબ આનંદ થાય છે! અમારો પરિવાર ખૂબ જ ખુશ છે અને અમે અમારા શુભેચ્છકોનો તેમના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર માનીએ છીએ.
શેર કર્યુ હતુ મેટરનિટી શૂટ
હાલમાં જ ઋચા ચડ્ઢાએ તેના મેટરનિટી શૂટની કેટલીક તસવીરો શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે ઋચા ચડ્ઢાએ લખ્યું- આ અતુલ્ય પ્રવાસમાં મારા સાથી બનવા બદલ આભાર અલી. તેણે એમ પણ લખ્યું કે મેં કૉમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે કારણ કે મેં પહેલીવાર આવી ખાનગી વાત શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઋચા ચડ્ઢા અને અલી ફઝલ 2022 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ દંપતીએ આ વર્ષની શરૂઆતમાં તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. હાલમાં જએક ઈન્ટરવ્યૂમાં ઋચા ચડ્ઢાએ પોતાના બાળકના ઉછેર વિશે વાત કરી હતી. અમારો ખૂબ જ સ્વતંત્ર રીતે ઉછેર થયો છે, જ્યાં અમારા માતાપિતાએ અમારા પર કોઈ નિયંત્રણો લાદ્યા નથી. તેથી મને લાગે છે કે આપણે તે જ કરીશું. અમે ચોક્કસપણે બાળકમાં જિજ્ઞાસાની ભાવના કેળવવાનો પ્રયાસ કરીશું.વર્કફ્રન્ટની વાત કરીએ તો ઋચા ચડ્ઢા છેલ્લે વેબસીરિઝ હીરામંડીમાં જોવા મળી હતી. આ સીરીઝમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુનાગઢના ગુજસીટોકના બે આરોપીના ડિફોલ્ટ જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર
April 26, 2025 02:29 PMક્રોકરીના વેપારી સાથે રૂ.૧.૪૪ લાખની છેતરપિંડી
April 26, 2025 02:27 PMમવડીની કરોડોની જમીન અંગેના દાવામાં પ્રાથમિક હુકમનામા સામેના વાંધા ફગાવાયા
April 26, 2025 02:26 PMમારો ધુબાકા ! રેસકોર્સ સ્વિમિંગ પુલનું રિનોવેશન પૂર્ણ, ગુરૂવારથી ખુલો મુકાશે
April 26, 2025 02:25 PMકાળઝાળ ગરમી વચ્ચે સ્વિમિંગ પુલમાં ધસારો; ૭૪૩૯ સભ્યો નોંધાયા, તમામ બેચ હાઉસફુલ
April 26, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech