બીકના માર્યા ચીને લદ્દાખ અને અરુણાચલ પ્રદેશની સરહદમાં તિબેટીયન સૈનિકો તૈનાત કર્યા

  • June 28, 2023 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


તિબેટીયન સૈનિકો હવે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) વતી લદ્દાખ અને અરુણાચલ પ્રદેશની સરહદમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સૈનિકોની સામે ઉભા જોવા મળે છે.
રિપોર્ટ અનુસાર, ચીની સૈનિકોને ઉચ્ચ સરહદ પર ભારતીય સૈનિકો સાથે લડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. 2020માં ભારત સાથેના સંઘર્ષમાં તેણે ભારતીય સૈનિકોની આક્રમકતા અને પર્વતોમાં લડવાની ક્ષમતા જોઈ હતી.


આ કારણોસર, ચીને તેના કબજા હેઠળના તિબેટના નાગરિકોની સૈનિક તરીકે ભરતી કરવાનું શરૂ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પહાડોમાં સૈનિકોની લાંબા ગાળાની તૈનાતી માટે પોતાની સેનામાં દરેક તિબેટીયન પરિવારમાંથી ઓછામાં ઓછા એક સભ્યની ભરતી કરવાની નીતિ બનાવી છે. ચીને જોયું કે ભારતીય સેનાના સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના સૈનિકો તેના સૈનિકો કરતા ઘણા સારા છે. ખાસ કરીને તિબેટીયન સૈનિકો કૈલાશ પર્વતમાળાના ઊંચા શિખરોને કબજે કરતી વખતે તેમના સૈનિકો કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યાં છે.


ચીને તિબેટીયન સૈનિકોની ભરતી કરવા માટે તેના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને કામે લગાડ્યા હતા. દરેક પરિવારમાંથી ઓછામાં ઓછા એક સભ્યની ભરતી કરવામાં આવી રહી છે કારણ કે ચીનને લાગે છે કે આમ કરીને તે તિબેટીયન પરિવારોને ચીન પ્રત્યે વફાદાર બનાવવાનો પ્રયાસ કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application