પોરબંદરમાં ક્રિકેટર જયદેવ ઉનડકટના જન્મદિવસે ટી.બી.ના દર્દીઓને અક્ષયકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ અને શહેરીજનો પણ આ પ્રકારના આયોજનમાં રોટરી કલબને સહયોગ આપે તેવી અપીલ થઇ હતી.
રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ પોરબંદર દ્વારા ટી.બી. નાદર્દીઓને પોષણયુક્ત આહાર અક્ષય કીટનું વિતરણ પોરબન્દર શહેર ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જયદેવ ઉનડકટ ના જન્મ દિવસ નિમિતે વિષેશ અનુદાન જાહેર જનતાને આર્થિક સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી.
પોરબંદરરોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ પોરબંદર દ્વારા ટી.બી.નાદર્દીઓને પોષણયુક્ત આહારની અક્ષય કીટ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમાં કુલ ૪૫ કીટો વિતરણ કરવામાં આવી, જેની કિંમત ા. ૧૦૦૦ પ્રતિ કીટ છે. તથા ૩૫ પ્રોટીન પાવડર ના ડબ્બા નું પણ વિતરણ કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ પોરબંદર છેલ્લા ૭ વર્ષથી નિયમિત રીતે આ પોષણ કીટનું વિતરણ કરી રહી છે, જેમાં એવા ખાદ્ય પદાર્થો શામેલ છે જે દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં મદદપ છે. દર મહિને ૪૫ ટી.બી.નાદર્દીઓને આ કીટ આપવામાં આવે છે, જેનાથી ઘણા દર્દીઓના આરોગ્યમાં નોંધપાત્ર સુધારાની નોંધ લેવાઈ છે.આ વિતરણ માં આંતરરાર્ષ્ટ્રીય ક્રિકેટર જયદેવભાઈ ઉનડકટ ના જન્મ દિવસ નિમિતે ( હ. રો દીપકભાઈ ઉનડકટ) તરફથી ા. ૩૫,૦૦૦ અક્ષય કીટ માટે અનુદાન મળેલ છે. તે બદલ દીપકભાઈ ઉનડકટ પરિવાર નો રોટરી કલબ વતી ખુબ ખુબ આભાર. આ સાથે રોટરી ક્લબ ઓફ પોરબન્દર દ્વારા ક્રિકેટર જયદેવ ઉનડકટ ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેછાઓ પાઠવવામાં આવે છે. પ્રમુખ રો. દિવ્યેશ સોઢા જણાવે છે કે આ યોજના વધુને વધુ દર્દીઓ સુધી પહોંચી શકે તે માટે જાહેર જનતાને આર્થિક સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે. આ પહેલનો હેતુ ટી.બી.ના દર્દીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને તેમને તંદુરસ્ત જીવન તરફ આગળ ધપાવવાનો છે. તેમ જણાવીને સહયોગ માટે રોટરી કલબના પ્રમુખ દિવ્યશ સોઢાના મો. નં. ૯૩૨૭૮ ૦૪૧૩૧, પ્રોજેકટ ચેરમેન વિજયભાઇ મજીઠીયાના મો. ૯૮૯૮૧ ૦૩૨૩૧ કે પ્રોજેકટ કો-ઓર્ડીનેટર જયેશભાઇ પતાણીના મો. ૯૮૨૫૦ ૪૭૬૯૬ ઉપર સંપર્ક સાધવા યાદી પાઠવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech