ડાયરેક્ટર આનંદ એલ રાયએ બનાવેલી ડોક્યુમેન્ટ્રી વિઝનને વાસ્તવિકતામાં ફેરવવાની સફર પર આધારિત
સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. આ ક્ષેત્રમાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમની યાદમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બનાવ્યું છે, જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. હવે ડાયરેક્ટર આનંદ એલ રાય આ અંગે એક ડોક્યુમેન્ટ્રી લઈને આવી રહ્યા છે જે અક્ષય કુમાર પ્રેઝેન્ટ કરશે.
અક્ષય કુમાર ટૂંક સમયમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’ લઈને આવી રહ્યો છે. આ ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મહત્વાકાંક્ષી વિઝનને વાસ્તવિકતામાં ફેરવવાની સફર પર આધારિત છે. 40 મિનિટની આ ડોક્યુમેન્ટરી દેશને એકતાની ભાવના સાથે જોડે છે. તે અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમણે સ્વતંત્રતા પછી 562 ખંડિત રજવાડાઓના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું.
ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનનો પણ સમાવેશ થાય છે, જેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ પ્રોજેક્ટની કલ્પના કરી હતી. આ ડોક્યુમેન્ટરી સ્ક્રીન પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણના દરેક તબક્કાને દર્શાવે છે. 2013માં સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની 182 મીટર ઊંચી પ્રતિમાની પૂર્ણાહુતિ માટે શિલાન્યાસ કર્યો હતો.
અક્ષય કુમારે કહી આ વાત
ડોક્યુમેન્ટરી વિશે વાત કરતાં અક્ષય કુમાર કહે છે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’નો ભાગ બનવું મારા માટે ખાસ અનુભવ રહ્યો છે. તે એકતાની મહાન ભાવનાને માન આપવા વિશે છે, જે દરેક ભારતીયની અંદર હોય છે. એક્ટર આગળ કહે છે, ‘સરદાર પટેલનું વિઝન અને નેતૃત્વ આપણને એક રાષ્ટ્ર તરીકેની આપણી શક્તિની યાદ અપાવવાની પ્રેરણા આપે છે. મને આશા છે કે આ ડોક્યુમેન્ટરી આપણને આપણા સહિયારા વારસા અને એક સામાન્ય હેતુ માટે સાથે આવવાની શક્તિની યાદ અપાવશે.
આ ચેનલ પર થશે ડોક્યુમેન્ટરીનું પ્રીમિયર
ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીની અનોખી પહેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં તેમણે પ્રતિમા માટે લોખંડ ખરીદવાનું કહ્યું હતું અને આ પ્રતિમા બનાવવા માટે તેમણે ભારતના ખેડૂતો પાસેથી જૂના અને નકામા ખેતીના સાધનો માંગ્યા હતા. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’ 8 માર્ચે પ્રિમિયર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech