અક્ષતા બની મંગળ ગ્રહ પર રોવર ચલાવનાર પહેલી ભારતીય મહિલા

  • December 06, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકન સ્પેસ એજન્સી નાસામાં 13વર્ષથી કામ કરી રહેલી ભારતીય મહિલા અક્ષતા કૃષ્ણમૂર્તિએ ઈતિહાસ રચ્યો છે. તે મંગળ પર રોવર ચલાવનાર પહેલી ભારતીય મહિલા છે. મહત્વનું છે કે તે નાસા ના મંગળ મિશન સાથે જોડાયેલ છે.અક્ષતાએ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોતાની જર્ની શેર કરી છે તેને કહ્યું કે ’હું લગભગ 13 વર્ષ પહેલા નાસામાં કામ કરવા અને પૃથ્વી અને મંગળ પર અદ્યતન વિજ્ઞાન અને રોબોટિક મિશનનું નેતૃત્વ કરવાના સ્વપ્ન સાથે અમેરિકા આવી હતી. હું જે લોકોને મળી હતી તે લોકોએ મને કહ્યું કે વિઝા પર વિદેશી નાગરિક તરીકે આ શક્ય છે અને મારે કાં તો પ્લાન બી હોવો જોઈએ અથવા મારો માર્ગ સંપૂર્ણપણે બદલવો જોઈએ.’
મહત્વનું છે કે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી માંથી પીએચડી પૂર્ણ કયર્િ પછી, તેઓ નાસામાં નિયુક્ત થયા.વધુમાં તેમણે લખ્યું કે ’કોઈ પણ સપ્નું ક્યારેય બહુ મોટું નથી હોતું. તમારામાં વિશ્વાસ રાખો, અને કામ કરતા રહો.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું કે તે એક દાયકા કરતાં વધુ સમય પહેલા યુનાઇટેડ સ્ટેટ્સમાં આવી હતી અને તેણે પૃથ્વી અને મંગળ પર ક્રિટિકલ સાયન્સ અને રોબોટિક ઓપરેશન્સનું નેતૃત્વ કર્યું છે.ઉલ્લેખનીય છે કે પોતાના સ્વપ્નો વિષે અક્ષતા કહે છે કે તેને નાસા સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત લોકોની વાતોએ તેનું મનોબળ તોડી નાખ્યું હતું પરંતુ તેણે નાસામાં કામ કરવાનો નિર્ણય લીધો હતો. મહેનત તેની હિંમત અને જુસ્સાના બળ પર તે હવે તે સ્થાન પર છે જ્યાં લાખો લોકો પહોંચવાનું સપ્નું જુએ છે. અક્ષતાએ કહ્યું, તમારા સપના પૂરા કરવા માટે તમારામાં વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે.
આ સાથે સુનીતા વિલિયમ્સ અને કલ્પ્ના ચાવલાએ પણ ભારતનું નામ રોશન કર્યું ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ મહિના રહીને રેકોર્ડ બનાવનાર તે પ્રથમ મહિલા હતી. નાસાના આ અવકાશ યાત્રીએ 9 ડિસેમ્બર, 2006થી 22 જૂન 2007 દરમિયાન 29 કલાક અને 17 મિનિટની ચાર સ્પેસ વોક હતી. અગાઉ 1997 માં કલ્પ્ના ચાવલાએ કોલંબિયા સ્પેસ શટલમાં 15 દિવસ અને 16 કલાક અંતરિક્ષમાં વિતાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application