અયોઘ્યામાં રામમંદિરનું ઉદ્દઘાટન આગામી તા. રર ના રોજ થઇ રહ્યું છે ત્યારે આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગરના કાર્યકરોએ આજકાલની મુલાકાત લીધી હતી અને આમંત્રણ કાર્ડ અને કળશ ભેટ આપ્યા હતા, ત્રણ માળનું અયોઘ્યાનું મંદિર છે, જેમાં દરેકને ઉંચાઇની ર૦ ફૂટ, ૩૯ર થાંભલા અને ૪૪ દરવાજા, અયોઘ્યાના રામમંદિરની લંબાઇ પૂર્વ, પશ્ર્ચિમ ૩૮૦ ફૂટ, પહોળાઇ રપ૦ ફૂટ અને ઉંચાઇ ૧૬૧ ફૂટ છે, દિવ્યાંગ લોકો માટે લીફટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ચારેબાજુ આયતીકાર પરોકટા લંબાઇ ૭૩૩ મીટર, પહોળઇ ૪.રપ મીટર અને ચાર ખૂણે ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી અને દક્ષિણ દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. કુલ પાંચ નૃત્ય મંડપ, રંગ મંડપ, ગુઢ મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ પણ રામમંદિરમાં છે, ત્યારે આજે સવારે પવિત્ર અક્ષત કળશનું આગમન આજકાલ કાર્યાલયમાં થયું હતું અને ત્યાં કળશની પૂજા વિધિ કરવામાં આવી હતી, આ પ્રસંગે આજકાલના નિવાસી તંત્રી તારીક ફારુક (પપ્પુખાન), આજકાલના સિનીયર રીપોર્ટર હિરેન ત્રિવેદી, રમેશ ભટ્ટી, અતુલ મહેતા ઉપરાંત કોમ્પ્યુટર વિભાગના હેડ હિતેષભાઇ માતંગ, જય છાંટબાર, ચિરાગ કોઠારી, સંજય પ્રધાન, રવિરાજસિંહ જાડેજા, પંકજ પરમાર, જાહેરાત વિભાગના હિત કનખરા, એકાઉન્ટ વિભાગના હાર્દિક રાઠોડ, ફોટોગ્રાફર મીતેષ દાઉદીયા સહિતના હાજર રહ્યા હતા અને પૂજા વિધિમાં ભાગ લીધો હતો. આજે આમંત્રણ આપવા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદના અઘ્યક્ષ ભરતભાઇ ડાંગરીયા, ઉપાઘ્યક્ષ રમેશભાઇ તારંગા, પ્રચાર-પ્રસાર સંયોજક કિંજલ કારસારીયા, વ્રજ ઉપનગરના સંયોજક નિલેશભાઇ વાટલીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech