કેશોદના અજાબ ગામે વરસાદ પડતાં મગફળીના પાકને ભારે નુકસાની

  • October 14, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ અઢીથી ત્રણ ઈચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં મગફળીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. વરસાદથી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડયો હતો ત્યારે ખેડૂતોની મગફળી જે જમીનમાંથી બહાર કાઢવામાં આવી છે એવા ખેડૂતોને મગફળીના પાથરા પલળી જતાં ફુગાઈ ગયેલ છે ઉપરાંત મગફળીના દાણામાંથી કોટા ફુટી જતાં ગુણવત્તા ઘટી ગઈ છે જે માત્ર સીંગતેલમાં પીલાણમાં વેચાઈ એવી પરિસ્થિતિનું નિમર્ણિ થયું છે. રાજય સરકાર અને હવામાન વિભાગ દ્વારા સમયાતંરે વરસાદ વાવાઝોડાની માહિતી સ્થાનિક તંત્રને પહોંચાડી સલામતીની કાર્યવાહી હાથ ધરવા અને સામાન્ય નાગરિકોને સચેત કરવા આપવામાં આવે છે કેશોદના અજાબ ગામ તથા આસપાસના વિસ્તારમાં વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની સાથે જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતાં આકસ્મિક ઘટના બનવાની સંભાવના વધી ગઈ છે. ખેતરોમાં મગફળી કાઢી લીધાં બાદ વરસાદ આવતાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જમીનમાં રહેલી એવામાં જમીનમાં રહેલી ઘણીખરી મગફળી સડી જવાની સંભાવના વધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application