776 કરોડની નેટવર્થ સાથે દેશની સૌથી અમીર અભિનેત્રી છે ઐશ્વર્યા
છેલ્લા 14 વર્ષથી નથી આપી એક પણ હિટ ફિલ્મ તો પણ ટોપ અભિનેત્રીઓથી આગળ
છેલ્લા એક દાયકાના બોક્સ ઓફિસ રેકોર્ડ જોઈએ તો, આ દરમ્યાન હિન્દી સિનેમામાં કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટનો દબદબો રહ્યો, જ્યારે નયનતારા, અનુષ્કા શેટ્ટી અને સામંથા રુથ પ્રભુ જેવી એક્ટ્રેસ સાઉથ સિનેમામાં છવાયેલી રહી. આલિયા ભટ્ટે છેલ્લા 5 વર્ષમાં સારુ એવું નામ કર્યું છે. પણ તેમાંથી કોઈ પણ એ એક્ટ્રેસથી વધારે અમીર નથી, જેણે છેલ્લા 14 વર્ષમાં એક પણ સોલો હિટ નથી આપી. તે 776 કરોડ રુપિયાના નેટવર્થ સાથે ઈંડિયાની સૌથી વધારે અમીર એક્ટ્રેસ છે.અહી વાત થઈ રહી છે ઐશ્વર્યા રાયની.
દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂર અને પ્રિયંકા ચોપડા ભારતીય સિનેમાની ટોપ એક્ટ્રેસ છે, જે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. નયનતારાને સૌથી મોંઘી એક્ટ્રેસ હોવાનો તાજ મળેલો છે, પણ તે પણ સૌથી અમીર એક્ટ્રેસ નથી. અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છીએ, તેણે છેલ્લે 2010માં સોલો હિટ આપી હતી, પણ અમીરીમાં તે ભારતની ટોપ એક્ટ્રેસથી પણ આગળ છે.
એક્ટ્રેસે છેલ્લા 14 વર્ષોથી પોતાના દમ પર કોઈ હિટ ફિલ્મ નથી આપી, તેમ છતાં પણ 2000ના દાયકાના મધ્યથી ઈંડિયાની સૌથી અમીર એક્ટ્રેસ છે. અમે ઐશ્વર્યા રાયની વાત કરી રહ્યા છીએ, જેણે 90ના દાયકામાં ડેબ્યૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસની નેટવર્થ લગભગ 776 કરોડ રૂપિયા છે.
ઐશ્વર્યાએ કરિયરના શરુઆતના સમયમાં કેટલીય સુપરહિટ ફિલ્મો આપી અને પોતાની સુંદરતાથી દુનિયાભરના લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેણે ફિલ્મો, જાહેરાતો, બિઝનેસમાં રોકાણ કરીને એટલી મોટી સંપત્તિ એકઠી કરી નાખી, જે ભારતની કોઈ પણ એક્ટ્રેસની નેટવર્થથી વધારે છે.
ઐશ્વર્યા બાદ સૌથી અમીર ઈંડિયન એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકાની નેટવર્થ 600 કરોડ રૂપિયા છે. ત્રીજા નંબરે 550 કરોડ રૂપિયાના નેટવર્થ સાથે દીપિકા પાદુકોણ છે. આલિયા ભટ્ટની નેટવર્થ 500 કરોડ રૂપિયાથી વધારે છે. ઐશ્વર્યાની ઉંમરની કરીના કપૂર 485 કરોડ રૂપિયા અને કાજોલ 250 કરોડ રૂપિયા સાથે ખૂબ જ પાછળ છે.
ઐશ્વર્યા રાયની છેલ્લે સોલો હિટ વર્ષ 2010માં આવેલી એક ફિલ્મ છે. ત્યાર બાદ ગુઝારિશ, ઝઝ્બા અને સરબજીતમાં લીડ રોલમાં દેખાઈ પણ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. એક્ટ્રેસે પણ મોટી ફિલ્મોમાં નાના પણ પ્રભાવી રોલ નિભાવ્યો અને પોન્નિયન સેલ્વનથી ફરી દર્શકોના દિલમાં છવાઈ ગઈ, જેણે બોક્સ ઓફિસથી 800 કરોડ રૂપિયા કમાઈ લીધા.
ઐશ્વર્યા બે દાયકાથી મોટી મોટી બ્રાન્ડનો પ્રચાર કરીને કરોડો રૂપિયા કમાઈ રહી છે. તેણે ફિલ્મો અને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લઈને દુનિયાભરમાં પોતાની ખાસ્સી ઓળખાણ બનાવી છે. જો તે કેટલાય વર્ષોથી ફિલ્મ ઈંડસ્ટ્રીની સૌથી અમીર એક્ટ્રેસ છે, તો ચોક્કસપણે તે દાયકાઓથી લોકોને પોતાના અભિનય અને કાબેલિયતથી દીવાના બનાવી રહી છે. શાહરુખ ખાન પણ કેટલીય સુપરહીટ ફિલ્મો આપ્યા બાદથી સૌથી અમીર ભારતીય સુપરસ્ટાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMઆ છે ભારતની સૌથી ડરામણી કે ભૂતિયા મનાતી જગ્યાઓ, સાવધાની સાથે લેવી મુલાકાત
July 02, 2024 04:49 PMભાગેડુ વિજય માલ્યાની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી
July 02, 2024 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech