દુબઈમાં SIIMA 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ઐશ્વર્યા રાયે SIIMA 2024 માં 'પોનીયિન સેલ્વન: II' માં તેની અદભૂત ભૂમિકા માટે ક્રિટીક્સ એવોર્ડ જીત્યો હતો. અભિનેત્રીએ મણિરત્નમની ફિલ્મમાં નંદિની તરીકે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા અને હવે તેને તેના માટે આ સન્માન મળ્યું છે. આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી. તેની સ્ટાઈલ પણ અદ્ભુત લાગી રહી હતી. એવોર્ડ મેળવ્યા બાદ ઐશ્વર્યા રાયે વિનિંગ સ્પીચ પણ આપી હતી જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આરાધ્યા અને ઐશ્વર્યાની જોડી છે અદ્ભુત
સપાટી પર આવેલી ઘણી ઝલકમાં આરાધ્યા તેની માતાની તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી. તે તેની માતાની જીતની ક્ષણને વધુ ખાસ બનાવતી જોવા મળી હતી. જ્યારે ઐશ્વર્યાને એવોર્ડ મળ્યો ત્યારે આરાધ્યા ખૂબ જ ઉત્સાહિત હતી. તેણે તેની માતાને એવોર્ડ પ્રાપ્ત કર્યાની અને તેણીના ભાષણની ક્ષણો તેના ફોન પર રેકોર્ડ કરી. આ સિવાય માતા અને પુત્રી બંને એક્ટર ચિયાન વિક્રમ સાથે પણ જોવા મળ્યા હતા. અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે આયોજિત ઇવેન્ટમાં માતા અને પુત્રીની જોડી ચમકદાર આઉટફિટમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ બ્લેક એન્ડ ગોલ્ડ ગાઉન પહેર્યો હતો જ્યારે આરાધ્યા સિલ્વર અને બ્લેક ચમકદાર આઉટફિટમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ સ્થળની બહાર એકઠા થયેલા તેના ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી.
ઐશ્વર્યાને ફિલ્મ નિર્માતા કબીર ખાને સ્ટેજ પર એવોર્ડ આપ્યો હતો. આ પછી અભિનેત્રીએ કહ્યું, 'મને એવોર્ડથી સન્માનિત કરવા બદલ SIIMAનો ખૂબ ખૂબ આભાર. તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે કારણ કે આ ફિલ્મ મારા હૃદયની ખૂબ જ નજીક હતી, પોનીયિન સેલ્વન જેનું નિર્દેશન મારા ગુરુ મણિ રત્નમે કર્યું હતું. શ્રેષ્ઠ અભિનેત્રી માટે પોનીયિન સેલવાનમાં નંદિની તરીકે મારા કામ માટે સન્માનિત થવું એ ખરેખર સમગ્ર ટીમના કામની ઉજવણી છે.'
આ ફિલ્મમાં ઐશ્વર્યાની બે ભૂમિકા
ઐશ્વર્યા 'પોનીયિન સેલ્વન 2'માં ડબલ રોલમાં જોવા મળી હતી. અભિનેત્રી નંદિની અને મંદાકિની દેવી તરીકે જોવા મળી હતી. ઐશ્વર્યા રાયની આ ફિલ્મ એક તમિલ નવલકથા પરથી લેવામાં આવી છે. તેમાં કાર્તિ, જયમ રવિ, ત્રિશા, જયરામ, પ્રભુ, આર સરથકુમાર, શોભિતા ધુલીપાલા, ઐશ્વર્યા લક્ષ્મી, વિક્રમ પ્રભુ, પ્રકાશ રાજ, રહેમાન અને આર પાર્થિબન પણ સામેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કાર્યરત તબીબોને નોંધણી કરાવવા મહાનગરપાલિકાનો આદેશ
April 24, 2025 02:01 PMપહેલગામમાં જામનગરવાસીઓ પણ ફસાયા
April 24, 2025 01:40 PMજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech