છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર સતત એવા અહેવાલો આવી રહ્યા હતા કે બચ્ચન પરિવારમાં મતભેદ છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી. એવું પણ કહેવાતું હતું કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે. આ સમાચારોએ ત્યારે વેગ પકડ્યો જ્યારે બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા ન હતા. જોકે, ઐશ અને અભિષેકે આ અફવાઓ પર ક્યારેય કોઈ વાત કરી નથી. પણ એક ફન્કશનમાં બન્નેએ એકબીજાની સાથે આવીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધુ.
આ બાદ બન્ને કપલ તેમની દીકરી આરાધ્યાના સ્કૂલ ફન્કસનમાં પણ સાથે જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર ઐશ અને અભિષેક ફરી એકવાર તેમની પુત્રી આરાધ્યા સાથે જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ ન્યૂયર પાર્ટી મનાવા ગયા હતા જે બાદ એરપોર્ટ પર સાથે દેખાતા પાપારાઝી સામે પોઝ આપ્યા હતા. હવે બધુ બરાબર છ તેમ જાણીને ફેન્સ ખૂબ જ ખુશ છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઐશ્વર્યા રાય અને અભિષેક તેમની પુત્રી સાથે એરપોર્ટ પર કેપ્ચર થયા છે. વાયરલ ક્લિપમાં અભિષેક સૌથી પહેલા જોવા મળે છે. તે તેની પત્ની ઐશ્વર્યા અને પુત્રીની રાહ જોતો જોવા મળ્યો હતો. જ્યારે ઐશ્વર્યા તેની પુત્રી સાથે એરપોર્ટની બહાર આવી. આ સમયે આરાધ્યાના ચહેરા પર સ્મિત પણ જોઈ શકાય છે. પરિવારે પાપારાઝીને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓનું પાઠવી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 2007માં થયા હતા. બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ્સની યાદીમાં આ કપલ ટોપ પર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના સંબંધોમાં તિરાડના અહેવાલો આવ્યા હતા. જો કે, બંને સ્ટાર્સે આ અફવાઓ પર કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. હવે બંને સાથે જોવા મળે છે. બંનેને સાથે જોઈને છૂટાછેડા અને છૂટાછેડાના સમાચાર પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech