બાલાજી હોલ પાસે સનેશ્વર કોમ્પ્લેકસમાં આવેલા એરટેલેના સ્ટોરમાં કામ કરનાર જૂનાગઢના વતની કર્મચારીએ અહીં સ્ટોરના પિયા ૨,૨૦,૯૩૬ ની રોકડ લઇ ડિસ્ટ્રીબ્યુટરને જમા ન કરાવી નાસી જતા આ બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી સામે વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાછળ સિટી સેરેનીટીમાં રહેતા એરટેલના એરિયા મેનેજર નવીન ઈશ્વરદાસ ચોથવાની(ઉ.વ.૩૮) દ્રારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સનેશ્વર કોમ્પ્લેકસમાં આવેલા એરટેલે સ્ટોરમાં કામ કરનાર જૂનાગઢના વતની શનિ માંગેનું નામ આપ્યું છે.
મેનેજરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ ૨૨૪ ના તે કાલાવડ રોડ પર આવેલા એરટેલેના સ્ટોર પર હતા ત્યારે તેમને મુખ્ય ઓફિસ(અમદાવાદ) થી ઈમેલ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે,૧૫૦ ફટ રિંગ રોડ બાલાજી હોલ સામે સનેશ્વર કોમ્પ્લેકસમાં આવેલા એરટેલેના ઓફિસમાં તારીખ ૧૨૪ ૨૦૨૪ થી તારીખ ૨૧૪ સુધીના કુલ પિયા ૨.૨૦ લાખ જમા થયા નથી અને આ બાકી નીકળતા પૈસાની યાદી પણ મોકલી હતી. જેથી ફરિયાદીએ સ્ટોર મેનેજર શિલ્પાબેન રોશનને ફોન કર્યેા હતો અને આ બાબતે પૂછતા શિલ્પાબેને કહ્યું હતું કે, કેશનું તમામ કામ શનિ જોવે છે અને તે હાલ હાજર નથી હત્પં તને ફોન કરીને જાણી લઉં.બાદમાં સનીને ફોન કરવાની કોશિશ કરતા તેનો ફોન લાગતો ન હતો બાદમાં મેનેજર અહીં સ્ટોર પર આવી તપાસ કરી સીસીટીવી ફટેજ ચકાસતા માલુમ પડું હતું કે, તારીખ ૧૯૪ ના સાંજના ૨:૪૫ વાગ્યા આસપાસ સની તમામ કેસ લઈને ગયેલ પરંતુ ડિસ્ટ્રીબ્યુટરને જમા કરાવ્યા ન હતા બીજા દિવસે તારીખ ૨૦૪ સની શની સાંજના આઠ વાગ્યા આસપાસ સ્ટોરમાં કેસમાં કામ કરતા હાઉસ સ્પીકર નબીનભાઈ પાસે તેણે પૈસા જમા કરાવવા માટે મંગાવેલ હતા.બાદમાં સની પોતાની માતાનું અવસાન થયું હોય તેથી જામનગર જવાનો શિલ્પાબેનને મેસેજ કરી જતો રહ્યો હતો.
શનિને કોલ કરવા છતાં તે કોલ રિસિવ કરતો ન હતો અને ઘરે જઈ તપાસ કરતા પણ તેની કોઈ માહિતી મળી ન હતી આમ અહીં એરટેલેના સ્ટોરમાં છેલ્લા આઠ મહિનાથી કામ કરનાર શનિ માંગે એરટેલે સ્ટોરના પિયા ૨,૨૦,૯૩૬ લઈને નાસી જતા ફરિયાદ નોંધાવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech