બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એ શહેરમાં ફ્લાઈંગ ટેક્સી સેવાઓ શરૂ કરવા માટે શહેર સ્થિત સ્ટાર્ટઅપ સરલા એવિએશન સાથે હાથ મિલાવ્યા છે. એર ટેક્સીઓ શહેરની ભીડમાંથી બચાવશે અને ઓછા સમયમાં વ્યક્તિને તેના જે તે સ્થળ સુધી પહોંચાડશે. આ ટેક્સી બેંગલુરુ એરપોર્ટથી ઈલેક્ટ્રોનિક સિટી સુધીનું 52 કિમીનું અંતર માત્ર 19 મિનિટમાં કવર કરશે, જેમાં હાલમાં બેથી ત્રણ કલાકનો સમય લાગે છે. જો કે, શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે ઝડપી ડિલિવરી માટે કિંમત થોડી વધારે ચૂકવવી પડશે. આ 19 મિનિટની મુસાફરીમાં 1700 રૂપિયાનો ખર્ચ થશે. આ ટેક્સીમાં સાત લોકો બેસી શકશે. ફ્લાઈંગ ટેક્સી શરૂ કરવામાં ત્રણ વર્ષ લાગી શકે છે. સરલા એવિએશને કહ્યું કે, બેંગલુરુની સાથે મુંબઈ, દિલ્હી અને પુણે જેવા ગીચ શહેરોમાં પણ આવી એર ટેક્સીઓ ચલાવવામાં આવશે.
કંપ્નીએ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ ટેક્નોલોજી દ્વારા મહત્તમ 160 કિમી સુધીના અંતર સાથે 20 થી 40 કિમીની ટૂંકી સફર માટે આ ટેક્સીની યોજના બનાવી છે. કંપ્નીના કો-ફાઉન્ડર અને સીઈઓ એડ્રિયન શ્મિટે કહ્યું કે, આ એર ટેક્સી હેલિકોપ્ટર કરતાં 100 ગણી વધુ સુરક્ષિત હશે, કારણ કે તેમાં સાત પ્રોપેલર્સ છે, તેથી ખરાબીની શક્યતા નહિવત્ છે. શ્મિટે જણાવ્યું હતું કે એર ટેક્સી માટે હેલિપેડ 60 મીટરથી વધુ ઊંચી ઇમારતો પર બાંધવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech