હીરાસર એરપોર્ટ પરથી ગઈકાલે પાયલોટના લાઈંગ ડુટીના કલાકો પૂર્ણ થતા હોવાથી તેને ફલાઈટને ટેકઓફ કરાવવાનો સ્પષ્ટ્ર નનૈયો ભણી દેતાં એરલાઇન્સના કર્મચારીઓના પગે પાણી આવી ગયું હતું. એક તરફ પેસેન્જરથી લાઈટ ફલ થઈ ગઈ હતી અને બીજી બાજુ કેપ્ટનને તેના કલાકો પૂરા થવાના હોવાથી નિયમ અનુસાર લાઈટને ટેકઓફ કરવા માટે ઇનકાર કર્યેા હોવાથી મુસાફરો પણ મૂંઝાયા હતા અને છેલ્લી ઘડીએ અન્ય પાયલોટની વ્યવસ્થા કઈ રીતે કરવી તેને લઈને દોડધામ મચી ગઈ હતી, આખરે એરલાઇન્સ દ્રારા પાયલોટ ની બે હાથ જોડીને વિનંતી કરવામાં આવતા છેવટે બધી જ જવાબદારી એરલાઇન્સ સ્વીકારવી પડશે તેવી તરત સાથે પાયલોટે મોડી સાંજના પ્લેનને દિલ્હી માટે ટેકઓફ કરાવ્યું હતું.
આ અંગેની મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે આઠ વાગ્યે રાજકોટથી એર ઇન્ડિયાની લાઇટ દિલ્હી માટે ઉડાન ભરે છે. દિલ્હીથી રાજકોટ આવ્યા બાદ અને રાજકોટ થી દિલ્હી પહોંચે તેની દસ મિનિટ પહેલા જ ફરજ પરના પાયલોટ ની ડુટી ના કલાકો પૂરા થતા હતા આથી ડીજીસીએના નિયમો અનુસાર ડુટીના કલાકો પૂરા થયા બાદ પાયલોટ પ્લેન ઓપરેટ ન કરી શકે અને જો કરે તો તેનું લાયસન્સ કેન્સલ થઈ શકે, જેને લઈને પાયલોટે આ બાબતની જાણ એરપોર્ટ ઓથોરિટી ને એરલાઇન્સના અધિકારીઓને કરી હતી.
આ દરમિયાન મુસાફરોને હેરાન થવું ન પડે અને લાઈટ પણ કેન્સલ ન થાય તે માટે એરલાઇન્સ દ્રારા ઓપરેશનલ વિભાગની જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને ડી જી સી એ ની મંજૂરી મેળવી હતી. આખરે કેપ્ટને ફલાય કરવા સહમતિ દર્શાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જુના એરપોર્ટ પર એર ઇન્ડિયા ની લાઈટમાં પાયલોટ ના લાય અવર પૂરા થતા હતા અને તેને પ્લેન ની ઉડાન કરવા માટે ના ભણી દીધી હતી આ સમયે આ લાઈટમાં મંત્રી, સાંસદ પણ હતા અને તેમના દ્રારા પાયલોટ ને આજીજી કરવામાં આવી હતી પરંતુ નિયમો અનુસાર પાયલોટે યાં સુધી ડી જી સી એ પરમિશન ના આપે ત્યાં સુધી લાય નહિ કરે તેમ જણાવી હોટેલ તરફ ભણી ગયા હતા.
ડીજીસીએ ના નિયમો અનુસાર આઠ કલાક સુધી પાયલોટ ફલાય કરી શકે છે. મોટાભાગની ની લાઈટમાં ચાર–ચાર વખત લાઈટ લેન્ડિંગ અને ટેકઓફ કરાવવાની થતી હોય છે. એરલાઇન્સના હેડકવાટર્સમાં પાયલોટ ના ફરજના કલાકો નું કેલ્કયુલેશન થતું હોય છે જેમાં કોઈ વખત લાઇટ ટેકનીકલ કારણસર મોડી પડે કે પછી અન્ય કારણથી લાઇટ ડીલે થાય તો એ સમયમાં મોટા શહેરોમાં બીજા પાયલોટ ને સ્ટેન્ડ ટુ રખાય છે. યારે રાજકોટ કે અન્ય કોઈ નાના શહેરોમાં અવેજીમાં પાયલોટ ન હોય ત્યારે ખાસ મંજૂરી સાથે પાયલોટને સહમતી અપાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech