દુબઈમાં એક બ્રોકરેજ ફર્મ રાતોરાત ગાયબ થઈ ગઈ હોવાના અહેવાલો છે. અહેવાલ મુજબ દુબઈના બિઝનેસ બેમાં કેપિટલ ગોલ્ડન ટાવરના સ્યુટ 302ની બહાર, જ્યાં ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બ્રોકર્સ એક સમયે તેની ઓફિસ રાખતા હતા. તે જગ્યા હવે ખાલી પડી છે. અહીં ડોલમાં કૂચડો અને કચરા ભરેલી કાળી થેલી સિવાય કંઈ નથી. આ સાથે તેમાં રોકાણ કરનારા રોકાણકારોના કરોડો રૂપિયા પણ સ્વાહા થઇ ગયા છે. આમાં ઘણા ભારતીયોનો પણ સમાવેશ થતો હતો.
ગયા મહિના સુધી, ગલ્ફ ફર્સ્ટ પાસે દુબઈના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવેલા કેપિટલ ગોલ્ડન ટાવરના સ્યુટ 302 અને 305 માં ફેલાયેલી તેની ઓફિસમાં 40 કર્મચારીઓ કામ કરતા હતા. તેઓ ફોરેક્સ ઓફર માટે રોકાણકારોને સતત ફોન કરતા હતા. બીજા કોઈ પણ કોલ સેન્ટરની જેમ, અહીં પણ પહેલા ખૂબ જ ધમાલ હતી, પણ હવે ત્યાં એકદમ શાંતિ છે. અહેવાલમાં કેપિટલ ગોલ્ડન ટાવરના એક સુરક્ષા ગાર્ડને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, તેઓએ ચાવીઓ પરત કરી, બધું સાફ કર્યું અને ઉતાવળમાં હોય તેમ ચાલ્યા ગયા. હવે લોકો દરરોજ તેમના વિશે પૂછવા માટે અમારી પાસે આવે છે.
કેરળના રહેવાસી મોહમ્મદ અને ફયાઝ પોયલે ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બેંકર્સ દ્વારા 75,000 ડોલરનું રોકાણ કર્યું હતું. ફયાઝે કહ્યું, અમે દરેક નંબર પર ફોન કર્યો, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. જ્યારે અમે અહીં આવ્યા, ત્યારે જોયું કે ક્યાંય કંઈ નહોતું. બધું ખાલી છે. જાણે અહીં ક્યારેય કંઈ હતું જ નહીં. આ યોજનામાં 230,000 ડોલર ગુમાવનારા અન્ય એક રોકાણકારે કહ્યું: શરૂઆતમાં, વિશ્વાસ બનાવવા માટે નાના નફાને દર્શાવવામાં આવ્યા હતા. પછી દબાણ લાવવામાં આવ્યું અને ઉપાડને અવરોધિત કરવામાં આવ્યો. અને પછી વધુ થાપણોની માંગણી કરીને તેમને જોખમી વેપારમાં ધકેલી દેવામાં આવ્યા.
એક ભારતીય રોકાણકારે જણાવ્યું હતું કે ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બ્રોકર્સે ગ્રાહકોને સિગ્મા-વન કેપિટલ દ્વારા રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા, જે એક અનિયંત્રિત ઓનલાઈન પ્લેટફોર્મ છે. સંજીવે કહ્યું, તેઓ સુરક્ષિત વળતરની ખાતરી આપતા હતા. સંજીવને હવે આ યોજનામાં પૈસા રોકવાનો પસ્તાવો થાય છે. પોલીસે ગલ્ફ ફર્સ્ટ અને સિગ્મા-વન બંને કંપનીઓ સામે કેસ નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech