એર ઈન્ડિયાએ મુસાફરોને ૮ કલાક સુધી એસી વગર પ્લેનમાં બેસાડી રાખ્યા

  • May 31, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉડ્ડયન સેવાઓ ખાડે ગયી હોવન તાજેતરમાં એક નહી, અનેક દાખલાઓ સામે આવ્યા છે. હવાઈ સેવાઓ પૂરી પડતી કંપની ઓ મનમાની ચલાવતી હોવાનું અને મુસાફરોને કારણ વગર પરેશાન કરતી હોવાનું ખુલ્યું છે જેમાં એક ઔર કિસ્સાનો વધારો થયો છે,
દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની લાઈટમાં મુસાફરોને પરેશાની થઈ હતી. મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કોની લાઈટ ૩૦ મેના રોજ બપોરે ૩:૨૦ વાગ્યે ટેકઓફ થવાની હતી, પરંતુ હવે આ લાઈટ ૩૧ મેના રોજ સવારે ૧૧ વાગ્યે ઉપડશે તેવી જાહેરાત કરવામાં આવી. આ દરમિયાન મુસાફરોને ૮ કલાક સુધી એસી વગર લાઈટની અંદર રાહ જોવાની ફરજ પાડવામાં આવી હતી અને યારે કેટલાક લોકો ગરમીને કારણે બેભાન થઈ ગયા ત્યારે તેમને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા.
જો કે એર ઈન્ડિયા દ્રારા લાઈટના વિલંબના કારણો હજુ સુધી સ્પષ્ટ્ર કરવામાં આવ્યા નથી. આથી મુસાફરોએ નાગરિક ઉડ્ડયન મંત્રી યોતિરાદિત્ય સિંધિયાને ટેગ કરીને,પોસ્ટમાં લખ્યું, જો ખાનગીકરણની કોઈ વાર્તા નિષ્ફળ ગઈ હોય તો તે એર ઈન્ડિયા છે. ડીજીસીએએ આ બાબતે વિચારવું જોઈએ. એક તો એઆઈ ૧૮૩ લાઈટ આઠ કલાકથી વધુ મોડી જ છે.આ તો મોટી મજબૂરી જ કેવાય કે લોકોને એરકન્ડિશન્ડ વિનાના પ્લેનમાં બેસાડવા અને પછી લાઈટમાં કેટલાક લોકો બેભાન થઈ ગયા પછી તેમને ઉતારવા એ અમાનવીય છે.તો બીજી તરફ અર ઈન્ડિયા ના પ્રવકતા એ એવો જવાબ આપ્યો હતો કે અમે શકય પ્રયાસો કરી જ રહ્યા છીએ.એક મુસાફર અભિષેક શર્માએ એરલાઇનને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી અને નોંધ્યું કે તેના માતાપિતા અને બોડિગ એરિયામાં ફસાયેલા અન્ય ઘણા માતા–પિતાને ઘરે જવાની મંજૂરી આપવી જોઈએ.કેટલાક અન્ય મુસાફરો દ્રારા પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં બાળકો સહિત ઘણા લોકો, જમીન પર બેઠેલા અને કેટલાક તેમના પગરખાં કાઢીને બતાવ્યા હતા. તે થાકેલા દેખાય છે. જાન્યુઆરીમાં, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એ દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસને કારણે ભારે ભીડ જોવા મળ્યા પછી અરાજકતાની સ્થિતિનો સામનો કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એ તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર માં બોડિગના ઇનકાર, લાઇટસ રદ કરવા અને લાઇટમાં વિલંબના કારણે મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ માટે જણાવ્યું હતું કે એરલાઇન્સ એવી લાઇટસ રદ કરી શકે છે જે વિલબં થવાની સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application