મધ્યપ્રદેશના શિવપુરીમાં વાયુસેનાનું એક ફાઇટર પ્લેન ખેતરમાં ક્રેશ થયું અને બળીને રાખ થઈ ગયું છે. જોકે, ફાઇટર પ્લેનમાં સવાર બંને પાઇલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. વિમાન દુર્ઘટના પાછળનું કારણ હાલમાં જાણી શકાયું નથી. આ અકસ્માત નરવર તાલુકાના ડબ્રાસાની ગામમાં થયો હતો. વિમાન ક્રેશ થાય તે પહેલાં, પાયલટે સતર્કતા દેખાડી હતી અને ઘરોને બચાવ્યા હતા. આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
આ પહેલા મિગ-29 વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું
આ પહેલા 4 નવેમ્બર, 2024ના રોજ યુપીના આગ્રામાં એક મિગ-29 વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ અકસ્માત કાગરૌલ વિસ્તારના સોંગા ગામ પાસે થયો હતો. અહીં વાયુસેનાનું મિગ-29 વિમાન નિયમિત તાલીમ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. પાઇલટે સમયસર વિમાનમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ સાથે, 31 ઓગસ્ટ, 2024ના રોજ, ઉત્તરાખંડના કેદારનાથમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું. હેલિકોપ્ટરને રિપેરિંગ માટે વાયુસેનાના વિમાનની મદદથી ગૌચર હેલિપેડ પર લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન, તે થારુ કેમ્પ નજીક નદીમાં પડી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત બગડી, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
February 20, 2025 11:30 PMભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની જીત સાથે કરી શરૂઆત, બાંગ્લાદેશને હરાવ્યું 6 વિકેટે
February 20, 2025 10:10 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, હવામાન વિભાગની ચેતવણી, પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે
February 20, 2025 09:39 PMવેરાવળમાં આરોગ્ય વિભાગની લાલ આંખ: 7 હોસ્પિટલોને ફટકારી નોટિસ
February 20, 2025 09:38 PMયુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના છૂટાછેડા, સંબંધોનો અંત, કાનૂની પ્રક્રિયા પૂર્ણ, સોશિયલ મીડિયા પર પોસ્ટ
February 20, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech