અહેમદપુર–માંડવી બીચ ખાતે બીચ ફેસ્ટિવલનો રંગારંગ શુભારંભ

  • January 25, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જિલ્લા વહીવટીતંત્ર તેમજ ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત પ્રયાસથી ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુર-માંડવી બીચ ખાતે આજથી ત્રિ-દિવસીય ચાલનારા બીચ ફેસ્ટિવલનો જિલ્લ ાના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો છે.જિલ્લા પંચાયતના અધ્યક્ષ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય સર્વે કે.સી.રાઠોડ, ભગવાનભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિમાં રંગારંગ બલૂન હવામાં ઉડાડીને કલા અને સંસ્કૃતિના સુભગ સમન્વય એવા બીચ ફેસ્ટિવલનો આનંદ અને ઉલ્લ ાસભયર્િ વાતાવરણમાં શુભારંભ થયો હતો.ઉલ્લેખનીય છે કે, અહેમદપુર-માંડવી બીચ દિવના જાણીતા ઘોઘલા બીચને અડીને જ આવેલો છે. ત્યારે ગુજરાતની સીમામાં આવેલ બીચનો પણ દિવના બીચની જેમ વિકાસ થાય અને લોકો માટે દરિયાકિનારે ફરવા માટેનું એક નવું સરનામું મળે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરેલા પ્રયાસને આજે સફળતા મળી છે.જિલ્લા કલેક્ટરએ આ અવસરે જણાવ્યું કે, આ દરિયાકિનારે આવું આયોજન કરવાનું ફક્ત કલ્પ્નામાં જ વિચારી શકાય પરંતુ તેને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન નિગમના સંયુક્ત પ્રયાસોથી આજે વાસ્તવિકતામાં સાકાર કર્યું છે.ઉલ્લ ેખનીય છે કે, લોકોને આનંદ-પ્રમોદ મળે તે પ્રકારના આ ત્રિ-દિવસીય આયોજનમાં રંગારંગ સંસ્કૃતિ પ્રસ્તુતિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણીપીણીના સ્ટોર પણ ઉભા કરવામાં આવ્યાં છે. જેથી નાગરિકો બીચના વિકાસ સાથે સંસ્કૃતિ અને મનોરંજનનો મનભરી આનંદ માણી શકે.આ બીચ પર ખાણી-પીણીના સ્ટોલ, મોટુ-પતલુ, ગોડઝિલા સહિતની જૂદી-જૂદી વેશભૂષા ધરાવતા મેસ્કોટ, પરંપરાગત કલાકૃતિના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. જેથી લોકો દરિયાકિનારે ફરવા સાથે ખરીદીનો પણ આનંદ માણી શકે.  આ કાર્યક્રમમાં  નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લ ા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા, સર્વે પ્રાંત અધિકારી કે.આર.પરમાર, પ્રાંત અધિકારી વિનોદ જોશી, કલેક્ટર-1 એફ.જે.માંકડા, જાણીતા ગુજરાતી કલાકાર પ્રભાતસિંહ રાજપૂત સહિત અગ્રણીઓ અને પ્રવાસીઓ સહિત નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

બોલિવૂડ સિંગર અનુપ શંકરની પ્રસ્તુતીથી જમાવટ
પ્રથમ દિવસે બોલિવૂડના જાણીતા સિંગર અનુપ શંકરે પોતાના કર્ણપ્રિય સૂરો દ્વારા ઉપસ્થિત જનતાને સંગીતમય બનાવી દીધી હતી.  ઢળતી સાંજે એક તરફ દરિયો પોતાનું લયબદ્ધ સંગીત પ્રસ્તુત કરી રહ્યો હતો. તો બીજી તરફ ’તું મિલે દિલ ખીલે...,’ ’રાંજન દા યાર બુલિયાં...’, ’પ તેરા મસ્તાના’ સહિતની ધૂનો પર યુવાધન ઝૂમી ઉઠ્યું હતું. બોલીવુડ સિંગર અનુપ શંકરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પાસે હળવા વાતાવરણમાં મલયાલમ ભાષામાં ગીત ગવડાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application