ગુજરાતના માર્ગકાર્ય ક્ષેત્રને વધુ મજબૂત અને સુગમ બનાવવાના મોટા પ્રયાસો અંતર્ગત રાજ્યનો સૌથી વ્યસ્ત અને મહત્વનો માર્ગ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવેને સિક્સ-લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના હેઠળ રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક્સપ્રેસવેના વિસ્તરણ માટે પ્રોજેક્ટ ડિઝાઇન અને રિપોર્ટ તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યો છે, જે માર્ગ પરિવહનને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે.
14 માર્ચ સુધી ટેન્ડર સબમિશનની છેલ્લી તારીખ
12 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીની NHAI મુખ્યાલય તરફથી આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ટેન્ડર અનુસાર 93.302 કિમી સુધીના સંપૂર્ણ 93.302 કિમીના માર્ગ માટે તૈયાર કરવામાં આવશે, હાલમાં આ એકસપ્રેસ વે પર બન્ને બાજુએ બે-બે લેન અને સર્વિસ લેન છે, NHAIના જાહેર શેડ્યૂલ મુજબ, ટેન્ડર સંબંધિત પ્રશ્નો 3 માર્ચ, 2026 સુધી પુછાઈ શકશે. 4 માર્ચે પ્રી-બિડ મિટિંગ યોજાશે.
2004માં શરૂ થયો હતો દેશનો પ્રથમ 4 લેન એક્સપ્રેસ-વે
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે વર્ષ 2004માં Atal Bihari Vajpayeeના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા Golden Quadrilateral પ્રોજેક્ટ હેઠળ ખુલ્લો મુકાયો હતો. આ દેશનો પ્રથમ 4-લેન એક્સપ્રેસવે ગણાય છે. આ માર્ગ અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાને જોડતો મહત્વપૂર્ણ કોરિડોર છે. આ માર્ગ શરૂ થતાં અમદાવાદથી વડોદરા વચ્ચેનો મુસાફરી સમય લગભગ 2.5 કલાકથી ઘટીને અંદાજે 1 કલાક થશે.