અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડ કેસમાં 65 દિવસથી નાસતો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની ગત શુક્રવારે મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આજે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા નહોતા. તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ ખરીદતો પણ ફ્લાઇટમાં બેસતો નહીં. ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પૂરાવા અને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આજે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, ખ્યાતિની કુલ આવકના 56 ટકા પગારમાં બતાવી નુકસાનમાં લઇ ગયા અને પગાર ઉપાડીને આવકનું સેટલમેન્ટ ખર્ચમાં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું.
રિમાન્ડ માટે 12 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા
એક ટી-શર્ટ, એક પેન્ટ, એક જોડી સ્લીપર મળ્યાં
કાર્તિક પટેલ દુબઈથી આવ્યો ત્યારે તેની પાસે એક ટી-શર્ટ, એક પેન્ટ, એક જોડી સ્લીપર અને માત્ર નવો ફોન હતો તેણે જ પોતાનો જૂનો ફોન ઓસ્ટ્રેલિયામાં ખોવાઈ ગયો હોવાનો દાવો કરી રહ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે હાલ કુલ પાંચ કેસની તપાસ છે જેમાં તેની સામે અલગ અલગ પુરાવા છે.
કાર્તિક પટેલ પાસે અમેરિકાનું ગ્રીનકાર્ડ
કાર્તિક પટેલ અમેરિકન ગ્રીનકાર્ડ ધરાવતો હોવાન હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે. તેની સાથે તે રેગ્યુલર દુબઈની મુલાકાત લેતો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. એના કારણે ફ્રિકવન્ટ ફ્લાયર હોવાથી તેને ગોલ્ડન કાર્ડ મળ્યું છે, જેના આધારે તે કોઈ સારી જગ્યા સરળતાથી વાપરી શકે અને તેને અલગ પ્રકારની સુવિધાઓ મળે છે, પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયામાં વિઝાનો પ્રોબ્લેમ થયો એટલે ભાગીને દુબઈ આવ્યો.
શું છે ખ્યાતિંકાંડ
11 નવેમ્બર, 2024ના રોજ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સર્જરી દરમિયાન કડી તાલુકાના બે લોકોનાં મોત થયાં હતાં. આ દર્દીઓની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવી રહી હતી. બે દર્દીઓનાં મોત બાદ પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલાની તપાસ માટે સરકારે સાત નિષ્ણાંતોની કમિટી બનાવી હતી. કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં હોસ્પિટલ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. જેને આધારે ખ્યાતિ હૉસ્પિટલના માલિક, સંચાલકો તેમજ સર્જરી કરનાર ડૉક્ટર સહિત પાંચ લોકો સામે ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાં બે મૃતકોના પરિવારની તેમજ સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સીએ રાહુલ જૈનની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી હતી
ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નવેમ્બર મહિનામાં આ કેસમાં હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત ચાર આરોપીઓની ખેડા જિલ્લાના એક ગામમાંથી ધરપકડ કરી હતી. જેમાં પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલ હતા જેઓ ચિરાગ રાજપૂત માટે માર્કેટિંગનું કામ કરતા હતા. તેમજ મિલિન્દ પટેલ કમિશન પર કામ કરતા હતા. આ કેસમાં હોસ્પિટલના સીએ રાહુલ જૈનની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી હતી. તેમજ ડિસેમ્બર 2024માં ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી હૉસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ડૉ. સંજય પટોળિયાની અમદાવાદ ગોતાથી ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓ હૉસ્પિટલમાં ભાગીદાર હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech