અમદાવાદ શહેરના લોકો માટે દર વર્ષે આવતો ફૂલોનો તહેવાર એટલે કે સાબરમતી રિવરફ્રન્ટનો ફ્લાવર શો. પરંતુ આ વર્ષે આ તહેવાર થોડો મોંઘો થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
વિગતવાર વાત કરીએ તો દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યારે ગત વર્ષે પાંચ લાખની વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
ફી કરાઈ બમણી
આવનાર ફ્લાવર શોમાં AMC દ્વારા એન્ટ્રી ફી ટિકિટ માં વધારો કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા ફી બમણી કરી દેવામાં આવી છે. સોમ થી શુક્ર રૂ 70 ટિકિટ ફી લેવામાં આવનાર છે. જ્યારે શની રવિ માટે રૂપિયા 100 લેવામાં આવનાર છે. જોકે AMC સંચાલિત બાળકો માટે ફ્રી એન્ટી રાખવામાં આવી છે. જ્યારે અન્ય સ્કૂલના બાળકો માટે 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવેલ છે.
ગત વર્ષે હતી આટવી ફી
ઉલ્લેખનિય છે કે ગત વર્ષે ફ્લાવર શો જોવા માટેની શનિ રવિ રૂ. 75 અને સોમથી શુક્ર 50 રૂ ની ટિકિટ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech