અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં 160મું અંગદાન, બે કીડની અને એક લીવરનું મળ્યું દાન

  • August 11, 2024 08:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિવિલ હોસ્પિટલમાં 160 મું અંગદાન થયું. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ સમાજમાંથી થયેલુ આ ત્રીજું અંગદાન છે. સરકાર તેમજ તમામ સમાજ સમુદાયોનાં આગેવાનોનાં પ્રયાસોથી સમાજના તમામ વર્ગોમાં અંગદાન અંગે જાગૃતતા વધી છે. ગુપ્તદાન રુપે થયેલ ૧૬૦ માં અંગદાનથી બે કીડની અને એક લીવરનું દાન મળ્યું.


અંગદાનની પ્રાર્થના દરમિયાન અદભુત નજારો 
અંગદાનની પ્રાર્થના દરમિયાન અદભુત નજારો જોવા મળ્યો હતો. એક તરફ ડોક્ટરોની ટીમ પ્રેયર માટે હાથ જોડી રહી હતી ત્યારે બીજી તરફ મુસ્લિમ બિરાદરના ફેમિલી મેમ્બર્સ કલમા પઢી રહ્યા હતા.


ગુપ્તદાનરુપે થયેલ આ અંગદાનની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ નજીક રહેતા 50 વર્ષીય મુસ્લિમ વયસ્કને અકસ્માતમાં માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સારવાર દરમિયાન દર્દી બ્રેઇન ડેડ હોવાનું લાગતા તેમના પરિવારજનોને અંગદાન વિશે સમજાવ્યા હતા. દર્દીના પરિવારજનોને સર્વ સંમતિથી અંગદાનની સંમતિ આપતા તારીખ 9.8.2024 ના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું. જેમાંથી પ્રાપ્ત થયેલ બે કિડની તેમજ એક લીવર સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું. 


આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૬૦ અંગદાતાઓ થકી કુલ 517અંગોનું દાન મળ્યું છે જેના થકી ૫૦૧ વ્યક્તિઓને નવું જીવન બક્ષવા માં સહભાગી થઈ શક્યા છીએ. ડોક્ટર જોશી એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી થયેલા કુલ 160અંગ દાતાઓમા મુસ્લિમ સમુદાયમાંથી થયેલ આ ત્રીજું અંગદાન છે. 


અંગદાન અને તેનું મહત્વ હવે સમાજના તમામ વર્ગો ધર્મ અને દરેક તબકા ના લોકો સમજતા થયા છે. જેના કારણે તમામ સમુદાયમાં અંગદાનની સમજણ સર્વસ્વીકૃત બની રહી છે. તેમ ડો. રાકેશ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદે ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application