૧૧ સમુહ લગ્નમા વેરવા ગામની પ્રખ્યાત રાસ મંડળીનું ભવ્ય આયોજન: મુરલીધર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી રવિવારે ૧૧ સમૂહલગ્ન મહોત્સવઃ કન્યાદાનમાં લાખોનો કરિયાવર અપાશેઃ ૧૧ હજાર મહેમાનો યુગલોને આશીર્વચન પાઠવશે...
ધ્રોલ આહીર સમાજના મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસંતપંચીમાં પવિત્ર અવસરે આગામી તા.૨/૨/૨૦૨૫ ભવ્ય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હોય ત્યારે આ વખતે સમુહ લગ્નમાં ૩૪ દીકરોઓ પ્રભુતામાં પગલા પાડશે અને આહીર સમાજ ધ્વારા ૩૪ દિકરીઓને એક એક લાખ રુપીયા જેટલુ કન્યાદાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમા કબાટ, સેટી, ટિપાઈ, સહિતની ચીજ વસ્તુઓ કન્યાદાન મા આપવામા આવશે.
ધ્રોલના ખારવા ગામે હમાપર રોડ પર આવેલ આહિર સમાજ ની વાડી ખાતે છેલ્લા ધણા સમયથી આ સમુહલગ્નના આયોજન માટે આહીર સમાજના આગેવાનો, દાતાઆ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે વસંત પંચીમાં પવિત્ર અવસરે આ સમુહ લગ્નન લગ્ન વિધિના આચાર્ય પદે શ્રી ભટ્ટ નયનકુમાર બીરાજશે અને તા-૨/૨/૨૦૨૫ ને રવિવર મંડપ રોપણ સવારે ૬/૦૦ કલાકે, જાન આગામ સવારે ૬:૩૦ કલાકે, હસ્ત મેળાપ સવારે ૧૦:૩૦ કલાકે આહીર સમાજના આગેવાનો વગેરેની વિશેષ ઉપસ્થિતમાં ૩૪ નવંદપતિઓ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્ન સંસારમાં જોડાશે.
આહીર સમાજના આ ૧૧ માં સમુહ લગ્ન સમારંભની આહિર સમાજના યુવાનો, આગેવાનો ધ્વારા છેલ્લા ઘણા સમયથી દિવસ રાત મહેનત કરીને મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે અને આ સમુહ લગ્નમાં આહીર સમાજના રાજકીય આગેવાનો, આજીવન દાતાઓ, ધારાસભ્ય સહીતના મહાનુભવો ઉપસ્થિત રહેવાના હોય લગભગ ૧૧ હજાર જેટલો માનવ મહેરામણ ઉમટી પડવાની અપેક્ષાએ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને વસંત પંચમીના દિવસે ધામધુમપુર્વક આ લગ્નોત્સવનનું ભવ્ય આયોજન નવદંપતીઓના સત્કાર સમારંભનું પણ સવારે ૧૧/૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આહિર છે સમાજના વડીલો, આગેવાનો નવદંપતીઓને આર્શિવાદ આપશે અને ૧૨:૩૦ કલાકે ભવ્ય સમુહ લગ્નના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે અને આ ભોજનના દાતા કાનજીભાઈ મુળુભાઈ મકવાણા ગામ નેસડા હાલ સુરત કરવામાં આવી રહયુ છે. ૧૧ સમુહ લગ્ન મા વેરવા ગામની પ્રખ્યાત રાસ મંડળીનું ભવ્ય આયોજન કરાવા મા આવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધ્રોલના આંગણે આ સમુહ સંચાલિત આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વશરામભાઈ લૈયા, ઉ.પ. પ્રમુખ કનુભાઈ ગોવિંદભાઈ મકવાણા, નરસંગભાઈ હીરાભાઈ જાટીયા, હસમુખભાઈ રાયમલભાઈ શિયાર, મહેશભાઈ નાગદાનભાઈ બરારીયા, કેશુભાઈ જેસંગભાઈ ખીમાણીયા, અશોકભાઈ જેસંગભાઈ કાનગડ, લખનભાઈ પાંચાભાઈ ડાંગર, નારણભાઈ બીજલભાઈ મકવાણા, જશુભાઈ અરજણભાઈ શિયાર, કાળુભાઈ ઘેલાભાઈ ડાંગર હરીભાઈ કેશુભાઈ ખીમાણીયા, રમેશભાઈ હિરાભાઈ ડાંગર વગેરે ટ્રસ્ટીઓ દ્રારા આયોજન કરવામા આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅક્ષય કુમારની ભાણેજ સિમર ભાટિયાએ લુટી મહેફિલ
March 04, 2025 11:54 AMબ્રેકઅપની ચર્ચા વચ્ચે શ્રદ્ધા કપૂરે રાહુલ મોદી સાથે જ બર્થડે સેલીબ્રેટ કર્યો
March 04, 2025 11:49 AMપુત્રીએ ભેટમાં આપેલો ફ્લેટ શક્તિ કપૂરે 6 કરોડમાં વેચી દીધો
March 04, 2025 11:46 AMમાહિરા અને ક્રિકેટર સિરાજ વચ્ચે મિત્રતાથી વિશેષ સંબંધ
March 04, 2025 11:45 AMરણબીર કપૂરની 'રામાયણ'માંથી કુબ્રા સૈતેની બાદબાકી
March 04, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech