બે વર્ષ બાદ અંતે આજે સાંઢીયા પુલનું ટેન્ડર પ્રસિધ્ધ રૂા. ૬૨.૬૦ કરોડના ખર્ચે બનશે ફોરલેન ઓવરબ્રિજ

  • January 15, 2024 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા ૫૦ વર્ષ જુના સાંઢીયા પુલનું આયુષ્ય પૂર્ણ થયું હોય આ પુલ હવે જોખમી અને ભયગ્રસ્ત હોવા અંગે પશ્ચિમ રેલવેએ રાજકોટ મહાપાલિકાને જાણ કર્યાના બે વર્ષ બાદ અંતે આજે સાંઢીયા પુલના સ્થાને નવો ફોરલેન ઓવરબ્રિજ બનાવવા માટે રાજકોટ મહાપાલિકા દ્રારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે અનેક વિધ્નો આવ્યા બાદ કમુરતા ઉતરતા સાથે જ આજે તા.૧૫ જાન્યુઆરીના રોજ સાંઢીયા પુલના સ્થાને નવો ફોર લેન ઓવરબ્રિજ બનાવવા ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે. ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તા.૬ ફેબ્રુઆરી છે, યારે ઓફલાઇન ટેન્ડર રજૂ કરવાની છેલ્લી તા.૯ ફેબ્રુઆરી છે. યારે ટેન્ડર ખોલવાની તા.૧૪ ફેબ્રુઆરી
છે. ટેન્ડર ખુલ્યાથી ફાઇનલ થાય અને દરખાસ્ત આવ્યાથી ખાતમુહર્ત થાય તેમજ વર્ક ઓર્ડર અપાય તે પ્રક્રિયામાં મહત્તમ એકાદ બે મહિના વિતવાની સંભાવના છે. એકંદરે કોન્ટ્રાકટર એજન્સીને વર્ક ઓર્ડર અપાય ત્યારબાદ પ્રોજેકટ સાકાર થવામાં પુરા બે વર્ષ થશે. આ પ્રોજેકટની વિશેષતા એ છે કે જૂનો પુલ ડિમોલિશ કરી તે જ સ્થળે નવો પુલ નિર્માણ કરવાનો છે અને રાજકોટ શહેરનો આવો સર્વપ્રથમ પ્રોજેકટ છે. આથી જ સમયગાળો પણ ૧૮ મહિનાને બદલે ૨૪ મહિના મુકરર કરાયો છે. હાલ સુધી રાજકોટમાં જેટલા બ્રિજ બન્યા તે તમામ નવા બ્રિજ છે, જૂનો બ્રિજ તોડીને ત્યાં જ નવો બ્રિજ બનાવવાનો આ સર્વપ્રથમ પ્રોજેકટ છે.

મહાપાલિકામાં ચર્ચાતી વિગતો મુજબ જો બધું સમુ સુત પાર ઉતરે તો માર્ચ અથવા એપ્રિલમાં પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજ પ્રોજેકટનું ખાતમુહર્ત કરવાની વિચારણા છે.
મહત્વપૂર્ણ છે કે ડિસેમ્બર–૨૦૨૨માં મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થતા અને તેમાં ૧૩૫ નાગરિકોના કણ મોત થયાની ભયાનક દુર્ઘટના બનતા રાયભરમાં જોખમી બ્રિજનો સર્વે શ કરાયો હતો અને તેવા કારણે ભયગ્રસ્ત એક વર્ષથી ભયગ્રસ્ત જાહેર કરાયેલા સાંઢીયા પુલ ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. જો કે ડિસેમ્બર– ૨૦૨૨થી અહીં પુલ બનાવવાનો ઈરાદો જાહેર કર્યા પછી પણ અનેક વિધ્નો આવતા વધુ એક વર્ષ વિતી ગયુ હતું. આમ, ભયગ્રસ્ત જાહેર થયાના બે વર્ષ બાદ અહીં નવો ફોરલેન ઓવરબ્રિજ બનાવવા ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે.

જૂનો સાંઢીયો પુલ તોડવાનું શ થયા બાદ બે વર્ષ સુધી વાહન વ્યવહાર ભોમેશ્વર તરફ થઇને માધાપર ચોકડી તરફ જશે. જામનગર રોડ ઉપરથી પેટ્રોલ પમ્પથી આગળ ભોમેશ્વર પ્લોટ તરફ જતા રસ્તે જઇ ત્યાંથી ફરી આગળ જામનગર રોડ ઉપર જવાનું રહેશે. હાલ આવો ડાયવર્ઝન ટ તૈયાર કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News