રાજકોટ શહેરમાં ઉનાળાના આરંભે માર્ચ મહિનાથી લીંબુના ભાવ સતત વધી રહ્યા હતા અને પ્રતિ કિલોના ભાવ .૧૦૦થી વધીને ૪૦૦ સુધી પહોંચ્યા હતા. યારે બે મહિના બાદ આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ સતત છેલ્લા ત્રણ દિવસથી ઘટવા લાગ્યા છે. દરમિયાન આજે થયેલી હરાજીમાં લીંબુના ભાવમાં .૫૦૦નો કડાકો બોલ્યો હતો અને પ્રતિ મણનો ભાવ .૨૮૦૦થી ઘટીને ૨૩૦૦એ પહોંચ્યો હતો.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજની હરરાજીમાં ૨૮,૬૦૦ કિલોની લીંબુની આવક થઇ હતી અને પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર લઘુત્તમ .૧૬૦૦થી મહત્તમ ૨૩૦૦ સુધી રહ્યો હતો. ઉનાળાના અઢી મહિના વિતી જતા તેમજ હાલ વાદળછાંયું વાતાવરણ થતા લીંબુની આવક વધવા લાગી છે. યાર્ડના કાર્યક્ષેત્ર હેઠળના રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામો ઉપરાંત મોરબી, હળવદ, અમરેલી, ઉનથઇ છે, તદઉપરાંત કર્ણાટકના બેંગ્લોરથી પણ આવકો શ થતાં ભાવ ઝડપભેર ઘટવા લાગ્યા છે. યાર્ડમાં આજે પ્રતિ કિલોના .૮૦થી ૧૧૫ના ભાવે સોદા થયા હતા. જો કે શહેરની રિટેઇલ શાક માર્કેટોમાં હજુ પણ ઉંચા ભાવ વસુલાઇ રહ્યા છે. આગામી એકાદ સાહમાં ભાવ હજુ વધુ ઘટે તેવી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech