PGVCLનું ચેકીંગ : કરોડોની વીજચોરી ઝડપાયા બાદ ફરી ટીમ મેદાને ઉતરી, રાજકોટના આ વિસ્તારમાં ચેકીંગ...

  • September 18, 2023 01:21 PM 

રાજકોટ શહેરમાં આજે ફરી પીજીવીસીએલની ટીમ મેદાને ઉતરી છે. રાજકોટ સીટી ડિવિઝન 3 હેઠળ વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના ખોખડદળ સબ ડિવિઝન, વાવડી સબ ડિવિઝન, કાલાવડ રોડ સબ ડિવિઝન હેઠળ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. 


રાજકોટમાં પીજીવીસીએલની કુલ 31 ટિમ ચેકીંગની કામગીરીમાં જોડાઈ છે. જેમાં સ્થાનિક પોલીસના 10 જવાનો, એક્સ આર્મી મેન 13 જેટલા, 4 વિડિયોગ્રાફર, SRPના 7 જેટલા જવાનો સહિતના જોડાયા છે. 


રાજકોટ શહેરના મુરલીધર, રણુજા, ઉદયનગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા થોડા દિવસ અગાઉ કરોડોની વીજ ચોરી પકડાયા બાદ ફરી pgvclની ટીમ ચેકિંગ માટે મેદાને ઉતરતા વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application