દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. કેજરીવાલની ધરપકડ બાદ આપ ઓફિસ છાવણીમાં ફેરવાઈ છે. ઠેર ઠેર પોલીસ-અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.
સમર્થકોએ દેશભરમાં મોટાપાયે વિરોધ શરૂ કર્યો છે.આ દરમિયાન આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, તેમને અરવિંદ કેજરીવાલના પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. કેન્દ્ર સરકારે નૈતિકતાનું સંપૂર્ણ અધ:પતન કર્યું છે.
ઇડીની ટીમ ગઈકાલે સાંજે 10મા સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી અને કથિત લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની બે કલાક પૂછપરછ કયર્િ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામે વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ, ઇડીની ટીમ પહેલેથી જ એક્શન મોડમાં આવી ગઈ હતી. હાલમાં કેજરીવાલ દેશના પહેલા એવા નેતા બની ગયા છે જેમની મુખ્યમંત્રી રહીને ધરપકડ કરવામાં આવી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આજે કેજરીવાલને પીએમએલએ કોર્ટમાં રજૂ કરશે અને પૂછપરછ માટે રિમાન્ડ માંગશે. ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી શક્ય છે.
ઇડીએ કેજરીવાલને અત્યાર સુધીમાં 10 સમન્સ જારી કયર્િ પ્રથમ સમન્સ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા 2 નવેમ્બર 2023 ના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા અને સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા હતા. તે પછી, તપાસ એજન્સીએ કેજરીવાલને ક્રમશ: 21 ડિસેમ્બર 2023, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચ, 21 માર્ચે સમન્સ મોકલ્યા હતા. પરંતુ સીએમ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. આ દરમિયાન કેજરીવાલ હાઈકોર્ટમાં પહોંચ્યા અને વચગાળાની રાહત આપવા માટે અરજી કરી. ગુરુવારે, હાઇકોર્ટે ઇડી પાસેથી પુરાવા માંગ્યા અને પછી વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો. હાઈકોર્ટના નિર્ણયના થોડા સમય પછી, 10 ઇડી અધિકારીઓની એક ટીમ 10મી સમન્સ સાથે કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યારબાદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપો જેમાં કેજરીવાલ ફસાયા છે
ઇડીની ચાર્જશીટ મુજબ, દારૂ કૌભાંડને લઈને પ્રથમ આરોપ એ છે કે અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડના એક આરોપી સાથે ફોન પર વાત કરી અને કહ્યું - વિજય નાયર મારો માણસ છે, મારા પર વિશ્વાસ કરો. ચાર્જશીટ મુજબ, બીજો આરોપ છે કે નવી દારૂની નીતિ હેઠળ કેજરીવાલ આંધ્ર પ્રદેશના એક સાંસદને મળ્યા અને તેમને બિઝનેસ કરવા માટે આમંત્રણ આપ્યું. સાંસદ સાથે જોડાયેલા લોકોએ ધંધો પણ કર્યો. ત્રીજો આરોપ છે કે નવી દારૂની નીતિ કેવી રીતે બનાવવી જોઈએ તે અંગેની બેઠકમાં સિસોદિયા અને અધિકારીઓ કેજરીવાલની સામે હાજર હતા. કેજરીવાલ નવી દારૂની નીતિમાં થયેલા ફેરફારોથી વાકેફ હતા. ચોથો આરોપ છે કે કવિતાએ અન્યો સાથે મળીને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ સાથે મળીને દિલ્હીની દારૂની નીતિમાં લાભ મેળવવા માટે કાવતરું ઘડ્યું હતું. ઇડી અનુસાર, નવી દારૂની નીતિના ફાયદાના બદલામાં, 100 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીના નેતાઓને પહોંચાડવામાં આવ્યા હતા. પરિણામ એ આવ્યું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.
આપ્ના કાર્યકરો કરશે દેશભરમાં વિરોધ
કેજરીવાલની ધરપકડ પછી, સરકાર અને વિપક્ષ વચ્ચે નવેસરથી લડાઈ શરૂ થઈ છે. ભાજપ તેને ભ્રષ્ટાચાર સામેની મોટી જીત ગણાવી રહી છે જ્યારે આમ આદમી પાર્ટી તેને ભાજપ્નો ડર ગણાવી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો સવારે 10 વાગ્યા પછી રસ્તા પર ઉતરશે અને દેશભરમાં ભાજપ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હી સરકારના મંત્રી આતિશીનું કહેવું છે કે અરવિંદ જ મુખ્યમંત્રી રહેશે. આપ અને અન્ય વિરોધ પક્ષોએ ઇડીની કાર્યવાહીને લોકશાહીની હત્યા ગણાવી છે. ભાજપે કહ્યું, ભ્રષ્ટાચારીઓ કાયદાથી બચી શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech