ઓબીસી અનામત મામલે ઝવેર કમિટીના રિપોર્ટ પછી સરકારે પાંચ મંત્રીઓની કમિટી રચી

  • August 24, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરમાં કોંગ્રેસ દ્રારા યોજાયેલા સ્વાભિમાન ધરણા બાદ સરકાર સફાળી જાગી હતી અને ગઈકાલે ઝવેર કમિશનની ભલામણો ના આધારે સરકારે કામગીરી શ કરવા પાંચ મંત્રીઓની કમિટી બનાવવાની જાહેરાત કરી હતી. આ સમિતિ રાય સરકારે ઝવેર કમિશનના રિપોર્ટને આધારે કેટલા ટકા અનામત અમલી કરવી તેના પર અભ્યાસ કરશે.સ્થાનિક રાયની સંસ્થાઓમાં ઓબીસી અનામત વધારાના અંગે આ પાંચ મંત્રીઓની સમિતિ રિપોર્ટ તૈયાર કરી અને સરકારને સોપશે તેના આધારે આગામી દિવસોમાં અનામતનો નિર્ણય લેવાશે. 

કોંગ્રેસ દ્રારા ૨૭% અનામતની માગણી દોહરાવવામાં આવી છે પરંતુ રાય સરકાર ૧૬ થી ૧૭% ઓબીસી અનામત લાગુ કરે તેવી શકયતા જોવાય રહી છે.
સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં ઓબીસી ની વસ્તી મુજબ બેઠકો ફાળવવા માટેનો મુદ્દો રાજકીય રીતે મહત્વનો બન્યો છે ઝવેરી કમિશન દ્રારા એપ્રિલમાં સરકાર અને રિપોર્ટ ભલાણો સાથે સબમીટ કરી દેવામાં આવી છે. જોકે પછી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ આ મુદ્દે કોઈપણ જાતની કાર્યવાહી કરી ન હતી પરિણામે કોંગ્રેસ દ્રારા ગાંધીનગર ખાતે ખાસ ધરણા નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો રેલો સરકાર સુધી આવતા સરકારે તાકીદના ધોરણે કામગીરી શ કરી હતી.

ઝવેર કમિશનની ભલામણો ને અમલ માટે રાય સરકારે પાંચ મંત્રીઓની સમિતિની રચના કરી છે જેમાં ઋષિકેશ પટેલ કુંવરજીભાઈ બાવળિયા ભાનુબેન બાબરીયા જગદીશ પંચાલ અને બચુભાઈ ખાબડ નો સમાવેશ થાય છે.

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ પણ વિભાગ સાથે બેઠકનો દૌર શ કર્યેા છે સરકારના પ્રવકતા મંત્રી ષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર ઓબીસી વર્ગના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.ઝવાર કમિશનએ રિપોર્ટ આપ્યો છે. તેના અભ્યાસ અને ભલામણોના આધારે સરકાર કામગીરી શ કરી છે. જેમા સુપ્રીમ કોર્ટએ આપેલા આદેશ છે તે બાબતને પણ ધ્યાનમાં રાખવામા આવશા આ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પાંચ મંત્રીઓની સમિતિની રચના કરી છે તેની બેઠકમાં આ ભલામણો પર ચર્ચા કરવામા આવશે.
​​​​​​​
અત્રે ઉલ્લેખનીય છે કે કમિશન દ્રારા ઝોન વાઇઝ વિસ્તારમાં ઓબીસી ની વસ્તી વધુ હોય ત્યાં વધુ અનામત રાખવા ભલામણ કરવામાં આવી છે રાય સરકાર સરેરાશ ૧૬ થી ૧૭% જેટલી ઓબીસી અનામત લાગુ કરે તેવી શકયતા જોવાય રહી છે.
આ મામલે પણ આજે મંત્રીઓની બેઠક મળશે.જેમા વિવિધ પાસાઓનો અભ્યાસ કરવામાં આવશે અને એક મહિનાની અંદર આ સમિતિ સરકારને રિપોર્ટ કરશે. જેના આધારે અનામતના આખરી ધોરણે અંગેનો નિર્ણય લેવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application