વિકટ્રી પરેડ બાદ મરીન ડ્રાઈવ પર એકઠો યો ૧૨ મેટ્રિક ટન કચરા

  • July 06, 2024 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટી-૨૦ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું ગુરુવારે સાંજે અદ્ભુત, અવિશ્વસનીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેમ્પિયન ટીમને આવકારવા માટે એકઠી યેલી ભીડનો અંદાજ એ વાત પરી લગાવી શકાય છે કે સ્વાગત કાર્યક્રમ બાદ મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે ભીડ દ્વારા છોડવામાં આવેલો જૂતા અને પાણીની બોટલો સહિત ૧૨ મેટ્રિક ટન કચરો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકત્ર કરવામાં આવ્યો હતો.



બીએમસીએ જણાવ્યું હતું કે વિજય પરેડ બાદ ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિ સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સફાઈ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ફૂડ રેપર અને પાણીની બોટલો સો મોટી માત્રામાં જૂતા અને ચપ્પલ પણ એકત્ર કરવામાં આવ્યા હતા.


કચરામાંી પાંચ જીપ ભરીને બુટ- ચંપલ એકઠા કરવામાં આવ્યા હતા અને સ્ળ પરી કચરો ઉપાડવા માટે બે ડમ્પરનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. ગુરુવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યાી શુક્રવારે સવારે ૮ વાગ્યા સુધી સફાઈ અભિયાન ચાલુ રહ્યું હતું.
મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સો કર્મચારીઓ અને કેટલીક એનજીઓના કામદારોએ પણ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. બીએમસીએ કહ્યું કે કચરો ડમ્પિંગ ગ્રાઉન્ડ પર મોકલવાને બદલે રિસાયક્લિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવશે. વિજય પરેડના રૂટ પર ભારે ભીડને કારણે ૧૧ લોકોને નાની-મોટી ઈજા કે ચક્કર આવવાને કારણે હોસ્પિટલમાં મોકલવા પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application