રાજકોટના ગેમઝોનમાં થયેલ ભયાનક અગ્નિકાંડમાં ભડથુ થઇ ગયેલી એ નિર્દેાષ જિંદગીઓ બાદ તત્રં સફાળુ જાગ્યુ છે. રાયના ૮ મહાનગરોમાં ગેમઝોનનો રીપોર્ટ રાય સરકારને સોપાયો છે. તમામ મહાનગરોમાં આવેલ ગેમઝોનની તપાસ પૂર્ણ થઇ ચુકી છે. કુલ ૧૦૧ ગેમઝોન તપાસને અંતે હાલ બધં કરવામાં આવી છે. કુલ ૨૦ ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે. ૮૧ ગેમઝોન હંગામી ધોરણે બધં કરાયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમા ૩૪ એકમો પૈકી પાંચ સીલ કરી દેવાયા, ૨૯ એકમ બધં કરાયા છે. રાજકોટ શહેરમા ૧૨ ગેમ ઝોન પૈકી ૮ સીલ કરાયા તો ૪ હંગામી ધોરણે બધં કર્યા છે.
રાય સરકાર દ્રારા તૈયાર કરવામાં આવી રહેલી નવી નીતી મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમ ઝોન, બોટિંગ અને રોપ–વેની મંજૂરી માટે બનશે નવા નિયમો. હવેથી બનેલા નવા નિયમોનું કરવુ પડશે આકરૂ પાલન કરવુ ફરજિયાત થશે. રાય સરકાર દ્રારા નવા નિયમો તૈયાર કરવા નિર્દેશ કરાયા છે. નવા નિયમો બનાવવા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોન માટે બે પ્રકારના સર્ટિફિકેટ લેવાના રહેશે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોનમાં પરમેનેન્ટ અને પ્રાઈમરી સર્ટિફિકેટ લેવાના રહેશે.આ માટે ફાયરના સર્ટિફિકેશન માટે ખાસ વેબસાઈટ બનાવવામાં આવશે.
શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ તથા ટાઉન પ્લાનિંગ સહિતના વિભાગોને વેબસાઈટ સાથે જોડવામા આવશે.આ માટે ઓનલાઈન મંજૂરી, સ્થળ તપાસ સહિતની વિગતો વેબસાઈટ પર અધિકારીઓ જોઈ શકશે. આગામી એક મહિનાની અંદર નવા નિયમોની તૈયારી, વેબસાઈટની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
તમામ એનઓસી ફકત કાગળ પર રહેતા તેમા ધારે તે રીતે છેડછાડ કરવામાં આવતી હતી. જો કે હવે વેબસાઈટ પર વિગતો ભરી દેવાથી શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ તથા ટાઉન પ્લાનિંગ સહિતના વિભાગો આ માહિતી સરળતાથી જોઇ શકશે જેનાથી તાત્કાલીક એકશન લઇ શકાશે કોઇ છટકબારી રહેશે નહી.
અગ્રિકાંડ બાદ રાય સરકાર નવી નીતિ મામલે મુખ્યમંત્રીએ બોલાવી હતી જેમા ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ માટે નવા નિયમો બનશે. તથા રાય સરકાર દ્રારા નવા નિયમો તૈયારી કરવામા આવી રહી છે. આ નવા નિયમો બનાવવા ખાસ કમિટીની રચના કરાઈ છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે બે પ્રકારના સર્ટિ હશે. તથા ફાયરના સર્ટિ. માટે ખાસ વેબસાઈટ બનાવવામાં આવશે. ઓનલાઈન મંજૂરી, તપાસની વિગતો વેબસાઈટ પર જોઈ શકશે. ૧ મહિનામાં નિયમોની તૈયારીની કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech