ગલકુ આંણી મંડળી સામે ગુજસીટોક લાગ્યા બાદ તપાસનો દોર એએસપીના હાથમાં

  • September 19, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નિર્દોષ લોકોની જમીનના બોગસ દસ્તાવેજો અને બોગસ પાવર ઓફ એટર્ની ઉભા કરવામાં કુખ્યાત બનેલી ગલકુ ગેંગ સામે ચાર ગુના નોંધાયા બાદ પોલીસે ઘોઘામાં થયેલી ફરિયાદમાં ગુજસીટોકનો ઉમેરો કરતા જમીન માફીયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આ ચકચારી બનાવની તપાસ હવે એએસપને સોંપવામાં આવતા પોલીસે આરોપીઓ સામે દાખલ થયેલી ફરિયાદોના સંદર્ભમાં વધુ પુરાવાઓ એકત્રીત કરવાનું શરૂ કર્યું છે. ભાવનગર તેમજ બોટાદ જિલ્લામાં આવેલી જુદી જુદી જમીન, મિલ્કતોના ખોટા સાટાખત તથા પાવર ઓફ પેર્ટની બનાવી તેના આધારે જમીન ખરીદારના ટાઇટલ ક્લીયરની નોટીસ સામે વાંધા અરજીઓ કરી જમીન માલિકો સાથે કરોડો રૂપીયાની જમીનો પચાવી પાડી છેતરપિંડી કરવા સહિતના ગુનામાં મહાવીરસિંહ કનુભા ગોહિલ ઉર્ફે ગલકુ, રવિરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ, પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા અજુભા ગોહિલ, સતુભા ઉર્ફે છત્રપાલસિંહ કલ્યાણસિંહ સરવૈયા, ચંદ્રકાંત પુરૂષોતમભાઈ સોલંકી તેમજ પથુભા મેરૂભા ગોહિલ વિરૂદ્ધ વરતેજ, નિલમબાગ, ઘોઘા તેમજ બોટાદ પોલીસ મથકમાં ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન આરોપીઓની ગેંગ ઓર્ગેનાઇઝ હોવાનું અને તેમણે અનેક નિર્દોષ લોકોને ટાર્ગેટ કર્યા હોય પોલીસે આરોપીઓ સામે ગુજસીટોક (ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ કડક કાર્યવાહી કરી હતી અને તેની તપાસ એએસપી અંશુલ જૈનને પોલીસ દ્વારા હાલ વધુપુરાવા એકત્રીત કરવામાં આવી રહ્યાં છે જરૂર પડ્યો આરોપીઓની જેલમાંથી કસ્ટડી લેવામાં આવશે અને ચાર્જશીટ પણ ગુજસીટોક મુજબ કરવામાં આવશે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application