વેપારીની રૂપિયા ૨૦ લાખની કાર ભાડે લઇ ગયા બાદ પરત ન આપી

  • April 18, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં મવડીમાં રહેતા મૂળ મોટી ખીલોરી ગામના વતની હાર્ડવેરના વેપારી ની .૨૦ લાખની કિંમતની સ્કોર્પિયો કાર ભાડે લઈ ગયા બાદ થોડો સમય ભાડું ચૂકવી બાદમાં ભાડાની રકમ ચૂકવવાનું બધં કરી દઈ, કાર પણ પરત ન આપતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે કોઠારીયા અને જામનગરમાં રહેતા શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

છેતરપિંડી–વિશ્વાસઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ગોંડલના મોટી ખીલોરી ગામના વતની અને હાલ રાજકોટમાં મવડી ગામમાં ભાડાના મકાનમાં રહેતા ઋષિ હિમંતભાઈ ચોવટીયા(ઉ.વ ૨૫) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના કોઠારીયા ગામમાં રહેતા આકાશ ઉર્ફે અક્કી પટેલ અને જામનગરમાં રહેતા બિલાલશાહ હસનશાહ શાહમદારના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સત્યમ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેરની દુકાન આવેલી છે. ગત તારીખ ૨૩ ૨૦૨૪ ના તેણે સ્કોર્પિયો કાર ન. જીજે ૦૩ એનકે ૫૦૦૬ પિયા ૨૦.૦૫ લાખમાં ખરીદી હતી. જે કાર તેણે પોતાના ફઇના પુત્ર કૃતિક હરિપરાને સંભાળવા આપી હતી અને તે જ આ કાર ભાડે આપી તેનો વહીવટ કરતો હતો.
કૃતિકે આ કાર દોઢેક માસ પૂર્વે આકાશ ઉર્ફે અકીને ૧૫૦ ફટ રીંગ રોડ મવડી ચોકડી પાસે ૨૪ કલાકના પિયા ૪૩૦૦ ભાડા પેટે ભાડે આપી હતી. બાદમાં અંદાજે એક માસ સુધી આકાશે કારનું ભાડું ચૂકવ્યું હતું. દરમિયાન ફરિયાદીને કાર અન્ય કોઈને ભાડે આપવી હોય જેથી તેણે કૃતિકને વાત કરી હતી.
બાદમાં કૃતિ કે અકીને કહેતા તેણે કહ્યું હતું કે,કાર જામનગરના બિલાલશાહ પાસે છે ફરિયાદીએ કાર કોઈપણ રીતે પરત લેવાનું કહેતા કૃતિકે તેની પાસે કારની માંગણી કરતા આ બંને શખસો કાર પરત આપતા ન હતા અને ભાડું પણ ચૂકવવાનું બધં કરી દીધું હતું જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોઠારીયામાં રહેતા આકાશ અને જામનગરમાં રહેતા બિલાલ શાહ સામે આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ પીએસઆઇ એચ.એન.ગઢવી ચલાવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application