૧૩૦૦૦ ચૂંટણી સ્ટાફનું લિસ્ટ તૈયાર કરાયા બાદ હવે અપડેટ કરવાની કવાયત

  • February 07, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી સ્ટાફની વિગતો મોકલવા માટેની ચૂંટણી પંચની વારંવારની તાકીદ પછી રાજકોટ શહેર અને જિલ્લામાંથી રાય– સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં અને બોર્ડ નિગમની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ– અધિકારીઓ, શાળા કોલેજ અને યુનિવર્સિટીના શિક્ષકો, અધ્યાપકો, નોન ટીચીંગ સ્ટાફ વગેરેના ૧૩,૦૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓના લિસ્ટ ચૂંટણી પંચના મોકલી દેવાયા બાદ હવે વેરિફિકેશનની કામગીરી શ કરવામાં આવી છે.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી થોડા દિવસો પહેલા સંભાળનાર એન. કે. મુછારે આ સંદર્ભે સંબંધિત ઓફિસના વડાઓને તેમની ઓફિસના કર્મચારીઓ અને અધિકારીઓનું લીસ્ટ મોકલી દીધું છે અને આજની સ્થિતિએ તેમાં શું અપડેટ કરવા જેવું છે તેની વિગતો માંગી છે.

ઘણી વખત ચૂંટણી કામગીરીના ઓર્ડર નીકળ્યા બાદ એમાં જે તે અધિકારીનું મૃત્યુ થયું છે, રાજીનામું આપીને ફરજ છોડી ગયા છે, અથવા તો વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે તેવી વિગતો બહાર આવતી હોય છે. આ વખતે આવું ન બને તે માટે તમામ કચેરીઓ પાસેથી જે તે અધિકારી અને કર્મચારીની જીણામાં ઝીણી વિગતો માગવામાં આવી છે.
ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખી જે તે અધિકારી અને કર્મચારીની ચૂંટણી કાર્ડની વિગતો, મતદાર યાદીમાં નોંધણી નંબર, નોંધણીનો ભાગ, બેંક એકાઉન્ટની વિગતો વગેરે પણ માગવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરી પૂરી થયા પછી ભથ્થા આપવામાં આવતા હોય છે અને તે તેના બેન્ક એકાઉન્ટમાં સીધા જમા થઈ જાય તે માટે બેન્ક ડીટેઇલ પણ અત્યારથી જ મંગાવી લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application