ગ્રીન ઝોનમાં ઓપનિંગ બાદ અચાનક બાજી પલટાઈ: સેન્સેકસ ૧૩૧૭ પોઈન્ટ ગગડયો

  • January 06, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે સેન્સેકસ અને નિફટીએ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂ કયુ હતું. દરમિયાન, થોડા સમય માટે, બંને સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો હતો અને બીએસઈ સેન્સેકસ ૨૮૦ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થયો હતો, યારે એનએસઈ નિટી ૮૫ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ ટ્રેડિંગના બે કલાકમાં જ સ્થિતિ પલટાઈ ગઈ હતી બોમ્બે સ્ટોક એકસચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેકસ ૧૩૧૭ પોઈન્ટના મોટા ઘટાડા સાથે ૭૭,૯૦૫ના સ્તરે આવી ગયો હતો, યારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિટી પણ ૪૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩,૫૯૭ના સ્તરે પહોચી ગયો હતો.
સેન્સેકસ ઇન્ડેકસ તેના અગાઉના ૭૯,૨૨૩.૧૧ના બધં સ્તરથી જમ્પ કરીને ૭૯,૨૮૧.૬૫ના સ્તરે ખૂલ્યો હતો અને થોડી જ મિનિટોમાં તે ૨૮૦.૧૭ પોઇન્ટના ઉછાળા સાથે ૭૯,૫૦૩ના સ્તરે પહોંચ્યો હતો. આ સાથે નિટી પણ તેના અગાઉના બધં ૨૪,૦૦૪.૭૫ના સ્તરથી જમ્પ કરીને ૨૪,૦૪૫.૮૦ના સ્તરે ખૂલ્યો હતો અને ૨૪,૦૮૭.૭૫ના સ્તરે પહોચી ગયો હતો.
૧૧ વાગે અચાનક બાજી પલટાઈ ગઈ અને માર્કેટમાં શઆતી ઉછાળો ઘટાડામાં ફેરવાઈ ગયો. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સેન્સેકસ ૧૧૨૪ પોઈન્ટ ઘટીને ૭૮,૦૯૦ પર યારે નિટી ૩૬૫ પોઈન્ટ ઘટીને ૨૩,૬૩૯ પર પહોંચી ગયા હતા.
શેરબજારમાં અચાનક આવેલા આ ઘટાડા વચ્ચે ટાટા સ્ટીલનો શેર સૌથી વધુ ઘટો અને તે ૩.૬૨ના ઘટાડા સાથે . ૧૩૩.૩૦ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય કોટક બેંકનો શેર ૨.૫૭ ટકા, પાવરગ્રીડનો શેર ૨.૧૦ ટકા, એશિયન પેઇન્ટસનો શેર ૨ ટકા, અદાણી પોટર્સનો શેર ૨ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ્ર કંપનીઓના શેરની વાત કરીએ તો સૌથી વધુ ઘટતા શેરોમાં લોરોકેમ શેર (૪.૯૦ ટકા), ઈરડા શેર (૪.૨૭ ટકા), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૪.૧૮ ટકા), એનએચપીસી શેર (૪ ટકા) અને ઓઈલ ઈન્ડિયા શેર (૩.૭૪ ટકા) નો સમાવેશ થાય છે અને સુઝલોન શેર (૩.૭૧ ટકા) ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
સ્મોલ કેપ કંપનીઓમાં, જય કોર્પ લિમિટેડનો શેર સૌથી વધુ ૯.૨૦ ટકા પર ટ્રેડ થઈ રહ્યો હતો, યારે એજીઆઈ શેર ૮.૩૧ ટકાના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય સિસિલ શેર (૭.૬૩ ટકા), મોરપેન લેબ શેર (૬.૯૬ ટકા) અને ધાની શેર (૬.૯૨ ટકા) ડાઉન ટ્રેડ થઈ રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application