લગ્ન બાદ કિયારાનો દિલ્હીમાં સાસરિયામાં થયો શાનદાર ગૃહપ્રવેશ

  • February 09, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • લાલ ડ્રેસમાં એક સિમ્પલ લુક છતાં બહુ જ સુંદર દેખાતી હતી કિયારા
  • જેસલમેર એરપોર્ટ પર સ્પોટ થયા બાદ કપલે ફરી અપેરિયન્સ આપ્યું


સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન બાદ હવે પોતાના ઘરે પહોંચી ગયા છે. સાસરિયાંમાં કિયારાનો ભવ્ય ગૃહપ્રવેશ પણ કરવામાં આવ્યો છે. સિદ્ધાર્થ અને કિયારાએ 7 ફેબ્રુઆરીએ એકબીજા સાથે સાત ફેરા લીધા છે. તે જ સમયે, તે લગ્ન પછી સીધા હનીમૂન પર જવાને બદલે તેઓ પોતાના દિલ્હી સ્થિત ઘરે પહોંચી ગયા છે. જ્યાં સાસરિયાંમાં લગ્ન પછીની વિધિઓ કરવામાં આવી રહી છે.

 કિયારા અને સિદ્ધાર્થના ગૃહ પ્રવેશની વિધિ પૂરી થઈ છે અને આ પછી નવા કપલની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ ફોટામાં સિદ્ધાર્થ અને કિયારા મીઠાઈ વહેંચતા જોવા મળે છે અને બંનેના ચહેરા પર ખુશી જોવા મળે છે.
 
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન બાદ પહેલીવાર જેસલમેર એરપોર્ટ પર જોવા મળ્યા હતા અને હવે બંનેએ ફરી એકવાર મીડિયાની સામે સ્પોટ થયા હતા. લગ્ન પછી કિયારા અને સિદ્ધાર્થ દિલ્હીમાં તેમના ઘરે પહોંચી ગયા છે, જ્યાં બંનેનો ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો. આ દરમિયાન આ કપલ એકદમ સિમ્પલ પણ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યું હતું. કિયારાએ લગ્ન પછીની વિધિઓ તેના સાસરિયાંમાં કર્યા પછી, પતિ સિદ્ધાર્થ સાથે ઘરની બહાર આવી અને મીડિયા માટે પોઝ આપ્યો.



કિયારા લાલ ડ્રેસમાં સિમ્પલ મેકઅપમાં બહુ જ સુંદર દેખાતી હતી. જ્યારે સિદ્ધાર્થ પણ હેન્ડસમ દેખાતો હતો. બંનેને ફેન્સ આ જોડીને જોઇ બહુ ખુશ છે. સોશિય મીડિયા પર તેમને અભિનંદન આપવાની ભરમાર છે અને કેટલાક આ ખુબસુર જોડીને કોઇની નજર ન લાગે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application